Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»બૉયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે છે વેકેશન મૂડમાં દેખાઈ રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન
    Entertainment

    બૉયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે છે વેકેશન મૂડમાં દેખાઈ રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન

    Shukhabar DeskBy Shukhabar DeskJune 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડ એક્ટર રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે વેકેશન પર છે. સુઝૈને અર્સલાન સાથે પોતાનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે કે જેમાં તેઓ એકબીજા પર પ્રેમ વરસાવતા જાેવા મળે છે. ફેન્સથી લઈને સેલેબ્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ મેક્સિકોમાં વેકેશન માણી રહ્યા છે. બોલિવૂડમાં એક્ટર અર્સલાન ગોનીની સારી કહી શકાય તેવી શરૂઆત નથી થઈ પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર જે પ્રકારે કરિયર આગળ વધી રહ્યું છે તેનાથી તે ખુશ છે. ફિલ્મી કરિયર કરતાં છેલ્લા થોડા સમયથી અર્સલાન ગોની રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન સાથેની મિત્રતાના કારણે ચર્ચામાં રહે છે. અર્સલાન ગોની અને સુઝૈન ખાન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છેલ્લા ઘણાં મહિનાથી ચાલી રહી છે. સુઝૈન સાથેના સંબંધ વિશે વાત કરતાં અર્સલાને કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરવી સામાન્ય બાબત છે. બર્થ ડેની વાત કરીએ તો મિત્રો સાથે નાનકડું સેલિબ્રેશન હતું. કોઈપણ વ્યક્તિ પોતાના ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં જઈ શકે છે, ખરું ને? લોકો હંમેશા શંકા-કુશંકા કરશે અને અમને ખબર છે કે તેને કેવી રીતે હેન્ડલ કરવું…તેના પર ધ્યાન ના આપીને. હું અને સુઝૈન ખૂબ સારા મિત્રો છીએ. અમારી મુલાકાત એક કોમન ફ્રેન્ડના ઘરે થઈ હતી. પહેલી મુલાકાતમાં જ અમને એકબીજા સાથે મજા આવવા લાગી. અમે અમારા અન્ય મિત્રો સાથે મળીને ગેટ-ટુ-ગેધર ગોઠવતાં રહીએ છીએ. તેણી ખૂબ સારી વ્યક્તિ છે. અર્સલાન ગોનીએ બોલિવુડમાં ધીમી શરૂઆત કરી હતી. અર્સલાને કલ્કિ કેકલાં અને રિચા ચઢ્ઢા સાથે ફિલ્મ ‘જિયા ઔર જિયા’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બનતાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને બોક્સઓફિસ પર ખાસ કાઠું કાઢી શકી નહોતી. અર્સલાને આ વિશે કહ્યું હતું કે, “ફિલ્મને પૂરી થવામાં વાર લાગી પણ આ તો અમારા પ્રોફેશનનો ભાગ છે અને ધીરજ રાખવી જરૂરી છે. મને જે તક મળી તે ઘણાંને મળતી પણ નથી. ફિલ્મ ભલે સારો દેખાવ ના કરી શકી પણ તેણે મને ઈન્ડસ્ટ્રીમાં જગ્યા અપાવી. હવે અર્સલાન ઓટીટી પ્લેટફોર્મ પર વિવિધ વેબ સીરીઝ કરી રહ્યો છે ત્યારે તેને ઓળખ પણ મળી રહી છે. મૂળ જમ્મુ-કાશ્મીરનો અર્સલાન ટીવી એક્ટર અલી ગોનીનો કઝિન છે. “હું વધુ ફિલ્મો મળવાની રાહ જાેતો હતો ત્યારે મને ઓટીટીમાં કામ મળી ગયું. ત્યારથી જિંદગી પાટા પર ચાલી રહી છે. મને લાગે છે કે, નવા કન્ટેન્ટ અને ટેલેન્ટને દર્શાવવા માટે ઓટીટી સારા માધ્યમ તરીકે ઊભરી રહ્યું છે.”

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.