Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પાર્થ યોગ્ય સમયે ય્હ્લ સાથે ઓળખાણ કરાવશે એરિકા ફનાર્ન્ડિઝનું દિલ તોડ્યા બાદ ફરી પ્રેમમાં પડ્યો પાર્થ સમથાન
    Entertainment

    પાર્થ યોગ્ય સમયે ય્હ્લ સાથે ઓળખાણ કરાવશે એરિકા ફનાર્ન્ડિઝનું દિલ તોડ્યા બાદ ફરી પ્રેમમાં પડ્યો પાર્થ સમથાન

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 14, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટીવી ઈન્ડસ્ટ્રીનો હાર્ટથ્રોબ, જે હાલ ઓટીટી પ્લેટફોર્મ પર પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તે ખૂબ જલ્દી ઠરીઠામ થવાની તૈયારીમાં હોય તેમ લાગે છે. પાર્થ સમથાન એક એવો એક્ટર છે જે પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ જ રાખવામાં માને છે. પરંતુ હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે તે રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી હતી અને લવ લાઈફ વિશે પણ વાત કરી હતી. આ સાથે સંબંધો કયા તબક્કામાં છે અને ગર્લફ્રેન્ડ સાથે સોશિયલ મીડિયા પર ક્યારે તસવીરો શેર કરશે તે જણાવ્યું હતું. જણાવી દઈએ કે, પાર્થ પોપ્યુલર એક્ટરમાંથી એક છે. તેના ફેન્સ હંમેશા તેના લવ રિલેશનશિપ વિશે જાણવા માટે આતુર રહે છે. અત્યારસુધીમાં તેનું નામ દિશા પાટનીથી લઈને એરિકા ફનાર્ન્ડિઝ સાથે લિંક થઈ ચૂક્યું છે. પિંકવિલા સાથેની વાતચીતમાં પાર્થ સમથાને તે રિલેશનશિપમાં હોવાનો ખુલાસો કર્યો હતો અને લવ લાઈફ પર પ્રકાશ પાડ્યો હતો.

    અગાઉ જ્યારે તેને રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે ‘ઈન્ટર્વલ’ સ્પેસમાં હોવાનું કહ્યું હતું અને લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં તે ક્લાઈમેક્સ સ્પેસમાં હોવાનું જણાવ્યું હતું, આ સાથે ખૂબ જલ્દી ફેન્સને હેપ્પી એન્ડિંગ વિશે જાણવા મળશે તેમ પણ કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે ‘ઘણો બધો ડ્રામા છે, એકવાર તે ખતમ થયા બાદ આશા છે કે તેનો હેપ્પી એન્ડ આવશે અને કોઈ હાર્ટ બ્રેક નહીં થાય’. લવ લાઈફ વિશે વધુ જણાવતાં તેણે કહ્યું હતું કે, તે બિલ્ડિંગ સ્ટેજમાં છે અને તે સારી જગ્યા છે. તે ક્યાં જશે તેની ખબર તેને પણ નથી. જ્યારે મને યોગ્ય લાગશે ત્યારે ઓફિશિયલ કરીશ. પ્રેમમાં પડીને કેવું લાગે છે તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે, ‘સારું લાગી રહ્યું છે. હું તેમ નહીં કહું કે, તમે એકવાર પ્રેમમાં પડી શકો છો. તમે બેવાર, ત્રણવાર, ચારવાર અને પાંચવાર પ્રેમમાં પડી શકો છો. પ્રેમ થતો રહે છે. તે ઓર્ગેનિક છે.

    તે આપોઆપ થાય છે’. તેણે તેની ગર્લફ્રેન્ડની ઓળખ છતી કરવાની ના પાડી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, પાર્થ સમથાને એક્ટિંગની શરૂઆત ૨૦૧૪થી ‘કૈસી હૈ યે યારિયાં’થી કરી હતી, જેમાં તે મનિક મલ્હોત્રાનો રોલ પ્લે કરી ખૂબ પોપ્યુલર થયો હતો. બાદમાં તે ‘કસૌટી જિંદગી કી ૨’માં જાેવા મળ્યો હતો, તેમાં પણ તેને ‘અનુરાગ બાસુ’ના રોલમાં દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. ૨૦૨૦માં શો ઓફ-એર થયા બાદ પાર્થે ઓટીટી પ્લેટફોર્મનો માર્ગ પસંદ કર્યો હતો અને સોશિયલ કરન્સી નામના વેબ શોમાં દેખાયો હતો. તે હવે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનારો છે. આ સાથે-સાથે બોલિવુડમાં પણ તેની એન્ટ્રી થવાની છે. તે ‘ગુડછડી’માં દેખાશે, જેમાં સંજય દત્ત અને રવીના ટંડન લીડ રોલમાં છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.