Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પાક. મંત્રીઓ ફજેતો કરવામાં કશું બાકી રાખી રહ્યા નથી પ્રશ્ન પૂછનારા પત્રકારને પાક. નાણામંત્રીએ લાફો ઝિંકી દીધો
    India

    પાક. મંત્રીઓ ફજેતો કરવામાં કશું બાકી રાખી રહ્યા નથી પ્રશ્ન પૂછનારા પત્રકારને પાક. નાણામંત્રીએ લાફો ઝિંકી દીધો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેવાળીયા થવાના આરે પહોંચેલા પાકિસ્તાનની સરકારના મંત્રીઓ પણ પાકિસ્તાનનો ફજેતો કરવામાં કશું બાકી રાખી રહ્યા નથી. પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક દાર હવે એક પત્રકાર સાથે જીભાજાેડીના કારણે ચર્ચામાં આવ્યા છે. પત્રકારનો આરોપ છે કે, ઈશાક દારને મેં આઈએમએફને લગતો સવાલ પૂછ્યો હતો અને તેમણે મને તેના કારણે લાફો મારી દીધો હતો.
    મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુરુવારે આ ઘટના બની હતી. ઈશાક દાર પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરીને સંસદ પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે પત્રકાર શાહીદ કુરૈશીએ તેમને કેટલાક સવાલ પૂછ્યા હતા. વાયરલ વિડિયોમાં જાેઈ શકાય છે કે, પત્રકાર તેમને હમણાં વાત કરશો કે નહીં તેવુ પૂછે છે અને તેના જવાબમાં ઈશાક દાર કહે છે કે, મેં અત્યારે જ ભાષણ આપ્યુ છે.
    પત્રકારે પોતાના સવાલમાં આઈએમએફના અધિકારી ક્રિસ્ટિના જાેર્જીવા સાથે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની બેઠક અંગે પણ સવાલ પૂછ્યો હતો પણ ઈશાક દારે તેનો જવાબ આપ્યો નહોતો. પત્રકારે પોતાની વાત ચાલુ રાખી હતી અને પાકિસ્તાન આઈએમએફ પાસેથી લોન લેવામાં સફળ કેમ નથી થઈ રહ્યુ તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં દારે કહ્યુ હતુ કે, આ માટે ડીલ નથી થઈ શકી કારણકે તમારા જેવા લોકો સિસ્ટમમાં છે.
    પત્રકારે તેના જવાબમાં કહ્યુ હતુ કે, હું સિસ્ટમનો ભાગ નથી.મારુ કામ તો માત્ર સવાલ પૂછવાનુ છે.
    આ સાંભળીને ગુસ્સે થયેલા દારે પત્રકારનો મોબાઈલ છીનવી લેવાની કોશિશ કરી હતી. દારે પોતાની સિક્યુરિટીને પણ પત્રકારનો મોબાઈલ છીનવી લઈને ફેંકી દેવાની સૂચના આપી હતી. એ પછી પાકિસ્તાનના નાણા મંત્રીને સુરક્ષા કર્મીઓ પાર્કિંગ સુધી લઈ ગયા હતા.
    જાેકે પત્રકારે આક્ષેપ કર્યો હતો કે, સુરક્ષા કર્મીઓએ મને પકડી રાખ્યો હતો અને દારે મને લાફો મારી દીધો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.