Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»તિરૂપતિ મંદિર પહોંચ્યો ધનુષ ધનુષે મુંડાવી લીધા લાંબા વાળ અને દાઢી! ફેન્સ ચોંકી ગયા
    Entertainment

    તિરૂપતિ મંદિર પહોંચ્યો ધનુષ ધનુષે મુંડાવી લીધા લાંબા વાળ અને દાઢી! ફેન્સ ચોંકી ગયા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 5, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સાઉથ ફિલ્મ અભિનેતા ધનુષે જ્યારે ‘કોલાવરી ડી’ ગીત ગાયું હતું. ત્યારથી તે હિન્દી બેલ્ટના દર્શકોના દિલમાં વસી ગયો હતો. જાેકે, તેના એક જ વર્ષ પછી તેણે વર્ષ ૨૦૧૩માં રાંઝણા ફિલ્મથી બોલીવુડમાં પગ રાખ્યો હતો. તેણે પોતાની સરળ એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. તેવામાં હજી થોડા દિવસ પહેલાં જ ધનુષે વધુ એક હિન્દી ફિલ્મની જાહેરાત કરી છે. તે પણ આનંદ એલ રાય સાથે. જાેકે, ફેન્સ આ ફિલ્મને રાંઝણા ૨ તરીકે ઓળખી રહ્યા છે. એ બધું જવા દો. અહીં અમે આપને એ જણાવવા જઈ રહ્યા છીએ કે, ધનુષ તિરૂપતિ બાલાજી મંદિર પાસે જાેવા મળ્યો હતો, જ્યાં તેના નવા લૂકે બધાને હેરાન કરી દીધા છે.

    ધનુષનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ધનુષના નવા લૂકને જાેયા પછી ચારે તરફ તેની જ ચર્ચા ચાલી રહી છે. તે આંધ્રપ્રદેશમાં પોતાના સમગ્ર પરિવાર સાથે તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. જાેકે, અહીં તેને જાેઈને ફેન્સ ચોંકી ગયા હતા. કારણ કે, ધનુષ ક્લીન શેવ હેડમાં જાેવા મળ્યો હતો. ફેન્સ એવો અંદાજ લગાવી રહ્યા છે કે, તેની અપકમિંગ ફિલ્મ ડી૫૦ માટે તેનો આ લૂક છે. કેટલાક તો એવું પણ કહે છે કે, પરંપરાગત વિધિના કારણે ધનુષે ભગવાન વેંકટેશ્વરને પ્રસાદ સ્વરૂપે વાળ અર્પણ કરવા આવું પગલું ભર્યું છે.

    ધનુષની સાથે તેના બંને બાળકો યાત્રા અને લિંગા સિવાય માતાપિતા કસ્થુરી રાજા અને વિજયલક્ષ્મી પણ જાેવા મળ્યા હતા. તેઓ સવારસવારમાં જ મંદિર પહોંચી ગયા હતા. જ્યારે ટ્‌વીટર પર તેમના ફોટોઝ અને વિડીયોઝ વાઈરલ થઈ રહ્યા છે, જેમાં તે ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરેલો જાેવા મળ્યો હતો. ૩૯ વર્ષીય ધનુષ છેલ્લા થોડા મહિનાઓથી અપકમિંગ ફિલ્મ કેપ્ટન મિલરના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે લાંબા વાળ અને દાઢીમાં જાેવા મળશે. તેવામાં હવે તેનો આ બાલ્ડ લૂક સામે આવતા ફેન્સને લાગી રહ્યું છે કે, તેણે પોતાની ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. જ્યારે આ ફિલ્મમાં ધનુષ ડબલ રોલમાં જાેવા મળશે. તેની સાથે શિવા રાજકુમાર, પ્રિયંકા મોહન, મૂર, નિવેદિતા સતીશ અને જાેન કોક્કન પણ હશે. તો આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે. ધનુષ રાંઝણા ફિલ્મ પછી ફરી એક વાર આનંદ એલ રાય સાથે ફિલ્મમાં કામ કરતો જાેવા મળશે.

    તેની આ નવી હિન્દી ફિલ્મનું નામ છે તેરે ઈશ્ક મેં. તેનો ફર્સ્ટ લૂક ટીઝર વિડીયો હાલમાં જ રિલીઝ થયો છે. રાંઝણા ફિલ્મના ૧૦ વર્ષ પૂરા થતાં જ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. રાંઝણા ફિલ્મ વર્ષ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. તેમાં ધનુષની સાથે સોનમ કપૂર લીડ રોલમાં હતી. જ્યારે સ્વરા ભાસ્કર અને મોહમ્મદ ઝિશાન અય્યૂબ સપોર્ટિંગ રોલમાં હતા. તે ફિલ્મ તે વર્ષની હિટ ફિલ્મોમાંથી એક હતી. તેમાં કુંદન અને ઝોયાની સ્ટોરી આજે પણ લોકોના દિલમાં વસેલી છે અને હવે ધનુષ શંકર બનીને દર્શકોનું દિલ જીતવા જઈ રહ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      RMLIMS લખનઉમાં સરકારી નોકરીની ઉત્તમ તક: નોન-ટીચિંગની ૭૪ જગ્યાઓ માટે ભરતી જાહેર

      August 28, 2026

      ‘Belonging’ વિવાદ: પાંડુલિપિમાં સુધારાની ના પાડતાં સોનિયા ગાંધી અને પેંગ્વિન ઈન્ડિયા વચ્ચે અસંમતિ

      August 28, 2026

      સોનિયા ગાંધીની આત્મકથા ‘Belonging’ પર વિવાદ: પબ્લિશરે પુસ્તક છાપવાનો કર્યો ઇનકાર, હાર્પર કોલિન્સ રેસમાં આગળ

      August 28, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.