Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ટિ્‌વટર પર ફોટો પોસ્ટ કરી માન્યો આભાર અફઘાનિસ્તાનના બેટ્‌સમેનને ધોનીએ આપી ખાસ ગિફ્ટ
    India

    ટિ્‌વટર પર ફોટો પોસ્ટ કરી માન્યો આભાર અફઘાનિસ્તાનના બેટ્‌સમેનને ધોનીએ આપી ખાસ ગિફ્ટ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૬મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ખૂબ ચર્ચા થઇ હતી. આ પાછળનું કારણ એ હતું કે ઘણા ક્રિકેટ ફેન્સનું માનવું હતું કે આ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે. આ કારણે ઘણા ખેલાડીઓ મેચ બાદ ધોની સાથે સેલ્ફી લેતા કે જર્સી પર તેનો ઓટોગ્રાફ લેતા જાેવા મળ્યા હતા. હવે આ દરમિયાન અફઘાનિસ્તાનના વિકેટ કીપર બેટ્‌સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝને પણ ધોની તરફથી ખાસ ભેટ મળી છે. અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી આઈપીએલની આ સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ટિ્‌વટર પર પોસ્ટ કરેલી તસવીરમાં જાેઇ શકાય છે કે ગુરબાઝે ચેન્નઈ સુપર કિંગ્સની સાત નંબરની જર્સી પકડી રાખી છે, જેમાં ધોનીનો ઓટોગ્રાફ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ગુરબાઝે ચેન્નઈ ટીમની જર્સી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે ભારત તરફથી આ અદભૂત ભેટ મોકલવા બદલ માહી સરનો આભાર. રહેમાનુલ્લા ગુરબાઝને કોલકાતા નાઈટ રાઈડર્સે ૫૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી પંજાબ કિંગ્સ સામે ૈંઁન્માં ડેબ્યૂ કરનાર ગુરબાઝે ૧૧ ઇનિંગ્સમાં ૧૩૩.૫૨ના સ્ટ્રાઇક રેટથી કુલ ૨૨૭ રન બનાવ્યા હતા. દરમિયાન ગુરબાઝે બે અડધી સદી ફટકારી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સીઝન કંઈ ખાસ રહી નથી. ટીમ ૧૪ લીગ મેચોમાંથી માત્ર ૬ જ જીતી શકી અને પોઈન્ટ ટેબલ પર ૭મા સ્થાને રહી હતી. ઑસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ ૨૦૨૩ની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ ૨ વિકેટે જીત મેળવી છે. ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અણનમ ૪૪ રન ફટકાર્યા હતા અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ ટીમ માટે ૬૫ રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ઈગ્લેન્ડ તરફથી બ્રોડે સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી. વરસાદના કારણે છેલ્લા દિવસની રમત બીજા સેશનથી શરૂ થઈ હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.