Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ઘરનું કામ જાેવા રણવીર સાથે પહોંચી દીપિકા પાદુકોણ
    Entertainment

    ઘરનું કામ જાેવા રણવીર સાથે પહોંચી દીપિકા પાદુકોણ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગત વીકએન્ડ પર પોતાના અંડર કંસ્ટ્રક્શન ઘરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મુંબઈના બાંદ્રા-બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં ઘર ખરીદ્યું છે. તેઓ ઘરનું કામ કેટલે પહોંચ્યું તે જાેવા માટે પહોંચ્યા હતા, એ વખતની તેમની કેટલીય તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

    કપલના ફેનપેજ પર વિડીયો અને તસવીરો શેર કરવામાં આવ્યા છે. દીપિકા પાદુકોણે બ્લેક હૂડી અને ટ્રેક પેન્ટ્‌સ પહેર્યા હતા. જ્યારે રણવીર સિંહ ટી-શર્ટ અને શોર્ટ્‌સમાં જાેવા મળ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે, રણવીર સિંહના માતાપિતા પણ નવા ઘરનું કામ જાેવા તેમની સાથે હતા. ઓનલાઈન વાયરલ થઈ રહેલા વિડીયોમાં કપલ ચર્ચા કરતું જાેવા મળી રહ્યું છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે સી-ફેસિંગ ક્વોડ્રાપ્લેક્સ ખરીદ્યું છે. તેમણે બાંદ્રા-બેન્ડસ્ટેન્ડમાં આવેલા સાગર રેશમ બિલ્ડિંગના ૧૬,૧૭,૧૮ અને ૧૯મા માળ ખરીદ્યા છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, દીપિકા અને રણવીરે ૧૧૯ કરોડ રૂપિયામાં આ પ્રોપર્ટી ખરીદી છે અને તેના માટે ૭.૧૩ કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે.

    દીપિકા અને રણવીરનું આ ડ્રીમ હોમ ૧૧,૨૬૬ સ્ક્વેર ફૂટના કાર્પેટ એરિયામાં ફેલાયેલું છે. શાહરૂખ ખાનના બંગલા મન્નતની નજીક ‘દીપવીર’નું ડ્રીમ હોમ આવેલું હોવાનું કહેવાઈ રહ્યું છે. દીપિકા પાદુકોણ હાલ બે મોટા પ્રોજેક્ટનો ભાગ છે. પ્રભાસ સાથે તે પ્રોજેક્ટ દ્ભમાં જાેવા મળશે. આ સિવાય તે હૃતિક રોશન સાથે સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘ફાઈટર’માં દેખાશે. ઉપરાંત દીપિકા પાસે હોલિવુડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિન્દી રિમેક પણ છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે જાેવા મળશે. રણવીર સિંહ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં આલિયા ભટ્ટ સાથે જાેડી જમાવશે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ છે. રણવીર ટૂંક સમયમાં જ આ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      મધ્ય પૂર્વમાં વધતો તણાવ: “ઈરાનને ઘેરવાની વ્યૂહરચના? ઈઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂનો યુએઈનો સિક્રેટ પ્રવાસ”

      September 28, 2026

      દિલ્હીના રાજકારણમાં ગરમાવો: રાહુલ ગાંધીના પ્રહારો અને ભાજપનો પલટવાર

      August 14, 2026

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.