Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ગ્લોબલ વોર્મિંગ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે વૈશ્વિક સરેરાશ તાપમાન ૧૭.૧૮ ડિગ્રી સેલ્સિયસ
    India

    ગ્લોબલ વોર્મિંગ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે વૈશ્વિક સરેરાશ તાપમાન ૧૭.૧૮ ડિગ્રી સેલ્સિયસ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગ્લોબલ વોર્મિંગ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. જુલાઈ મહિનામાં અલ-નીનોની શરૂઆત થતાં જ વધતા તાપમાને તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. મળેલા અહેવાલો અનુસાર ૪ જુલાઈ, ૨૦૨૩ અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. જ્યારે વૈશ્વિક સરેરાશ તાપમાન ૧૭.૧૮ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. વધતા તાપમાનનો આ ટ્રેન્ડ ૫ જુલાઈ, ૨૦૨૩ના રોજ પણ ચાલુ રહ્યો હતો. અગાઉ ૩ જુલાઈ, ૨૦૨૩ના રોજ સરેરાશ તાપમાન ૧૭.૦૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આનો અર્થ એ થયો કે જુલાઈ ૨૦૨૩ના પ્રથમ અઠવાડિયામાં જ વૈશ્વિક સરેરાશ તાપમાન સતત ત્રણ દિવસ સુધી ૧૭ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે.

    વૈજ્ઞાનિકોના મતે આ વધતી ગરમી માટે અલ-નીનો અને વધતું ઉત્સર્જન જવાબદાર છે. આ અઠવાડિયા પહેલા ઓગસ્ટ ૨૦૧૬માં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. ત્યારે વૈશ્વિક સરેરાશ તાપમાન ૧૬.૯૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. વર્ષ ૨૦૧૬માં પણ અલ-નીનોની ઘટના નોંધવામાં આવી હતી.
    વિશ્વ હવામાન સંસ્થાએ ૪ જુલાઈ, ૨૦૨૩થી વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં અલ-નીનોની ઘટનાની શરૂઆતની જાહેરાત કરી હતી. આ સ્થિતિમાં વૈશ્વિક સ્તરે વાતાવરણ અને સમુદ્રના સરેરાશ તાપમાનમાં વધારા સાથે, ગરમી અને દુષ્કાળ જેવી ઘટનાઓ વધશે. મુખ્ય વૈજ્ઞાનિક રોબર્ટ રોહડે ટિ્‌વટર પર અહેવાલ આપ્યો કે આગામી છ અઠવાડિયામાં થોડા વધુ ગરમ દિવસો જાેવા મળશે. અલ-નીનો સધર્ન ઓસિલેશન ઇવેન્ટનો ગરમ તબક્કો છે,

    જે દરમિયાન વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટીનું તાપમાન, જે નીનો ૩.૪ તરીકે ઓળખાય છે, તે સરેરાશ કરતાં ૦.૫ ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ ગરમ થઇ જાય છે.
    વર્લ્ડ ઈકોનોમિક ફોરમના તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા ‘ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટ’ એ સ્વીકાર્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ વિશ્વ માટે સૌથી મોટો ખતરો છે. વિશ્વમાં લગભગ ૩૬૦ મિલિયન લોકો એવા વિસ્તારોમાં રહે છે જે આબોહવા પરિવર્તન માટે અત્યંત સંવેદનશીલ છે.
    અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનએ આશંકા વ્યક્ત કરી હતી કે આ વર્ષે જૂન,જુલાઈ અને ઓગસ્ટ મહિના વચ્ચે અલ-નીનો થવાની ૯૦ ટકા શક્યતા છે. સામાન્ય રીતે અલ-નીનોની રચનાના એક વર્ષમાં વૈશ્વિક તાપમાનમાં વધારો નોંધવામાં આવે છે. તાપમાનમાં રોજબરોજના વધારાની સાથે વરસાદની પેટર્નમાં ફેરફાર અને ધ્રુવો પર બરફ ઘટવાથી સ્પષ્ટપણે સંકેત મળે છે કે પૃથ્વી ઝડપથી ગરમ થઈ રહી છે. આવી સ્થિતિમાં જાે વધી રહેલા ઉત્સર્જનને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      સંસદમાં સીમાંકન મુદ્દે ફરી રાજકીય ઘમાસાણ, જયરામ રમેશે ભાજપને પૂછ્યા ત્રણ સવાલ

      October 20, 2026

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      લોકશાહી અરાજકતા ફેલાવવાનું લાયસન્સ નથી: વિપક્ષના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનો પલટવાર

      October 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.