Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ગુજરાતનું ગિફ્ટ સિટી દેશનું નવું નાણાંકીય હબ બનશે હવે એસજીએક્સ નિફ્ટી ગિફ્ટ નિફ્ટી તરીકે ઓળખાશે
    Gujarat

    ગુજરાતનું ગિફ્ટ સિટી દેશનું નવું નાણાંકીય હબ બનશે હવે એસજીએક્સ નિફ્ટી ગિફ્ટ નિફ્ટી તરીકે ઓળખાશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતમાં વૈશ્વિક વેપારમાં આજથી કેટલાક મોટો ફેરફાર થઈ રહ્યા છે. હવે એસજીએક્સ નિફ્ટી, જે શેરબજારની શરૂઆતનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે જાણીતું છે, તેને નવા નામ ગિફ્ટ નિફ્ટી તરીકે નામનામાં મેળવશે. આજથી શરૂ થયેલા ગિફ્ટનિફ્ટીના વેપારની વાત કરીએ તો તેના હેઠળ બે ટ્રેડિંગ સેશન નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ભારતીય સમય મુજબ સવારે ૬.૩૦ થી બપોરે ૩.૪૦ સુધી અને બીજાે સાંજે ૫ થી રાતે ૨.૪૫ સુધી ચાલશે.

    ગિફ્ટનિફ્ટીની શરૂઆત સાથે સમગ્ર બેઝને સિંગાપોર એક્સચેન્જમાંથી એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જમાં ગાંધીનગર ગુજરાતમાં ખસેડવાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ગુજરાતના ગિફ્ટ સિટીને નવા નાણાકીય હબ તરીકે જાેવામાં આવી રહ્યું છે.

    આ ફેરફારના અમલીકરણ સાથે, એસજીએક્સનિફ્ટીપર ટ્રેડિંગ બંધ થઈ ગયું. સાથે તેને સિંગાપોર એક્સચેન્જમાંથી પણ હટાવી દેવામાં આવશે. ગિફ્ટનિફ્ટી૫૦ ઉપરાંત, એનએસઈએક્સઆઈ પર ગિફ્ટ નિફ્ટી બેંક, ગિફ્ટ નિફ્ટીફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગિફ્ટ નિફ્ટીઆઈટીના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ છે.
    એનએસઈએક્સઆઈ સેઝ એટલે કે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં છે, જેના કારણે રોકાણકારોને તેમાં વેપાર કરવા પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ અને કેપિટલ ગેઇન ટેક્સમાંથી રાહત મળે છે.

    દેશની બહાર રહેતા ભારતીયો અને ત્યાંથી કામ કરતી ભારતીય કંપનીઓને અહીં ટ્રેડિંગ પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. વેપારીઓના જણાવ્યા મુજબ, હવેથી તમામ પ્રકારના સેટલમેન્ટ એનએસઈઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરમાં શિફ્ટ થશે.
    એનએસઈઈન્ટરનેશનલ એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી બાલાસુબ્રમણ્યમને ધ્યાને લઈ એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ પહેલીવાર હશે જ્યારે ભારતને કોઈ આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ મળશે. પહેલા તેને ભારતની બહાર નિકાસ કરવી પડતી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.