Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ગજરાજ રાવે કહ્યું કે તેમણે ઘણી નોકરીઓ કરી છે બધાઈ હો એક્ટર ગજરાજ રાવે કહ્યું ૨૫ વર્ષ સંઘર્ષ કર્યો છે
    Entertainment

    ગજરાજ રાવે કહ્યું કે તેમણે ઘણી નોકરીઓ કરી છે બધાઈ હો એક્ટર ગજરાજ રાવે કહ્યું ૨૫ વર્ષ સંઘર્ષ કર્યો છે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 14, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડ એક્ટર ગજરાજ રાવ ૨૯ વર્ષથી એક્ટિંગ કરે છે. તેમણે ૧૯૯૪માં ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’થી અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ અભિનેતાને લાંબા સમય પછી નામ અને ખ્યાતિ મળી છે. વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘બધાઈ હો’એ ગજરાજ રાવને રાતોરાત ચર્ચામાં લાવી દીધા હતા. પરંતુ અહીં સુધી પહોંચવા માટે અભિનેતાને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે, ભૂખ્યા પેટે સૂવું પડ્યું અને ગાળો પણ સાંભળવી પડી છે. તેથી ગજરાજ રાવે નક્કી કર્યું છે કે તે પોતાની એક્ટિંગ ફીમાં બિલકુલ ઘટાડો નહીં કરે. એક સમય હતો કે જ્યારે એક્ટર ગજરાજ રાવ પાસે કામ નહોતું, ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ હવે સ્થિતિ એવી છે કે તેમની પાસે ઘણું કામ છે.

    ગજરાજ રાવે હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે સ્ટ્રગલના દિવસોની વાત સંભળાવી હતી અને તેમના જીવન સાથે જાેડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા. ગજરાજ રાવે કહ્યું કે હવે તેમની આર્થિક સ્થિતિ સારી છે કારણ કે તેમણે ૨૫-૩૦ વર્ષ સુધી સખત મહેનત કરી છે. હવે તેમને મોંઘા ફોન લેવાનું, મુસાફરી કરવી અને મોંઘી હોટેલમાં રહેવાનું ગમે છે. અભિનેતાએ કહ્યું, ‘મને આ વાત સ્વીકારવામાં શરમ નથી. મને ફાઈવ સ્ટાર હોટલ અને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવામાં શરમ નથી આવતી. હું આ મારા માટે અને મારા પરિવાર માટે ઇચ્છું છું. હું તેમને શક્ય બધું આપવા માગું છું.

    અભિનેતાએ કહ્યું કે, ‘એક કાસ્ટિંગ ડિરેક્ટરે મને ફી ઘટાડવા માટે કહ્યું હતું, અને કહ્યું હતું કે માત્ર ૨૦ દિવસનું કામ છે. મેં કહ્યું કે હું તે ૨૦ દિવસ માટે કોઈ ચાર્જ નથી લેતો. પણ, તે સ્થાન સુધી પહોંચવા માટે મેં વર્ષોથી કરેલા હોમવર્ક માટે હું ચાર્જ કરું છું. આ મારી એ દિવસોની ફી છે, જે ૨૦ દિવસ હું ૨૦ ચા પર જીવતો, ભૂખ્યો સૂતો, ગાળો સાંભળતો. ટાઉનથી અંધેરી સુધી ચાલીને જતો હતો. આ ૨૦ દિવસ મફત છે. ગજરાજ રાવ ૨૯ જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં જાેવા મળ્યા હતા. હવે તેઓ અજય દેવગન સ્ટારર ‘મેદાન’ અને ‘ટ્રાયલ પીરિયડ’માં જાેવા મળશે. અભિનેતાએ અજય દેવગન સાથે માર્ચ ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભોલા’માં પણ કામ કર્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.