Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ખાલિસ્તાન ચળવળનો વિરોધ કરતા વિદ્યાર્થી પર હુમલો ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર લોખંડના રોડ વડે હુમલો
    WORLD

    ખાલિસ્તાન ચળવળનો વિરોધ કરતા વિદ્યાર્થી પર હુમલો ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર લોખંડના રોડ વડે હુમલો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીને ઓસ્ટ્રેલિયામાં ઉગ્રવાદી તત્વોની ગતિવિધિઓનો વિરોધ કરવા બદલ ખાલિસ્તાન સમર્થકો દ્વારા લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો. શુક્રવારે પ્રકાશિત થયેલા મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું કે વિદ્યાર્થી કામ પર જઈ રહ્યો હતો ત્યારે સિડનીના મેરીલેન્ડ્‌સમાં ખાલિસ્તાન ઝિંદાબાદ ના નારા લગાવતા હુમલાખોરો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલમાં વિગતે જણાવાયું હતું કે વહેલી સવારે ૫. ૩૦ વાગ્યે, કેટલાક ચાર પાંચ ખાલિસ્તાન સમર્થકોએ આ શખસ પર હુમલો કર્યો હતો. આ વાત સામે આવતા જ અત્યારે મામલો બિચક્યો છે.

    એક વિદ્યાર્થીએ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે “મારી ડ્રાઇવિંગ સીટ પર બેસતાની સાથે જ તેઓ અચાનક મારી પાસે આવી ગયા હતા. તેમાંથી એકે મારા વાહનનો ડાબી બાજુનો દરવાજાે ખોલ્યો અને મને મારા ગાલના પાસે લોખંડનો રોડ માર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થી ડ્રાઈવર તરીકે અહીં કામ કરતો આવ્યો છે. તેવામાં તેણે જણાવ્યું કે અચાનક કેટલાક શખસોએ મને કારમાંથી બહાર ખેંચી લીધો અને લોખંડના સળિયા વડે ઢોર માર માર્યો હતો. આ સમયે ૨ હુમલાખોરોએ વીડિયો રેકોર્ડ પણ કર્યો હતો.

    વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે તેમણે મને ઢોર માર માર્યો પછી એક સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે આ ખાલિસ્તાન મુદ્દાનો વિરોધ કરવા માટેનો એક પાઠ છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસને જાણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીને તેના માથા, પગ અને હાથમાં મોટી ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે લઈ જવાયો હતો. તેને વેસ્ટમીડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ વિદ્યાર્થીને જાેરદાર લાતો અને મુક્કાઓ મારવામાં આવ્યા હતા. એટલું જ નહીં મેટલ રોડ વડે તેને વારંવાર ઢોર માર મારવામાં આવ્યો હતો. આ અંગે મેરીલેન્ડ્‌સના સાંસદે કહ્યું કે અમારા સ્થાનિક સમુદાયમાં ઉગ્રવાદ અથવા કોઈપણ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. મેં સંબંધિત અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને સ્થિતિ જેમ જેમ બહાર આવશે તેમ તેનું નિરીક્ષણ કરીશું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.