Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»આજીવન અપરિણીત રહ્યા હતા સુરતમાં અભિનેતા સંજીવ કુમારના નામે સ્કૂલ પણ છે
    Entertainment

    આજીવન અપરિણીત રહ્યા હતા સુરતમાં અભિનેતા સંજીવ કુમારના નામે સ્કૂલ પણ છે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સંજીવ કુમારે તેમના કરિયરમાં અનેક પ્રકારની પડકારજનક ભૂમિકાઓ ભજવી જે પૈકી રોમાન્ટિક, હાસ્ય અને ગંભીર ભૂમિકાઓમાં તેઓને વધુ પસંદ કરવામાં આવ્યા. બોલિવૂડના જાણીતા એક્ટર સંજીવ કુમારનો જન્મ તારીખ ૯ જુલાઈ, ૧૯૩૮ના રોજ સુરત શહેરના મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ હરિભાઈ ઝરીવાલા હતું અને પોતાના ૨૫ વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે અનેક યાદગાર રોલ કર્યા. આજીવન અપરિણીત રહેલા સંજીવ કુમારનું તારીખ ૬ નવેમ્બર, ૧૯૮૫ના રોજ માત્ર ૪૭ વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

    એવું કહેવાય છે કે સંજીવ કુમારના પરિવારમાં કોઈપણ પુરુષ ૫૦ વર્ષ કરતા વધારે જીવી શક્યો નથી. સંજીવ કુમારને પણ એવું લાગતું હતું કે તેઓ પણ ૫૦ વર્ષ કરતા વધારે જીવી શકશે નહીં. આખરે તેમનું મૃત્યુ પણ ૪૭ વર્ષની ઉંમરમાં થઈ ગયું હતું. એક્ટ્રેસ હેમા માલિનીને સંજીવ કુમાર ખૂબ જ પસંદ કરતા હતા, ત્યારબાદ એક્ટ્રેસ સુલક્ષણા પંડિત સાથે પણ તેમનું નામ જાેડાયું હતું. એક્ટિંગ માટે નેશનલ એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીતી ચૂકેલા સંજીવ કુમાર, ગુલઝારના પ્રિય કલાકાર હતા. ફિલ્મ ‘શોલે’માં સંજીવ કુમારે ‘ઠાકુર’નું પાત્ર ભજવ્યું હતું કે જે લોકો આજે પણ યાદ કરે છે.

    લેખક-ડિરેક્ટર ગુલઝારની કોશિશ, આંધી, મોસમ, અંગૂર અને નમકીન જેવી ફિલ્મોમાં સંજીવ કુમારે યાદગાર અભિનય કર્યો હતો. ‘નયા દિન નયી રાત’ નામની ફિલ્મમાં સંજીવ કુમારે કુલ ૯ પાત્રો ભજવ્યા હતા. તેઓને ફિલ્મ કોશિશ અને દસ્તક માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. સંજીવ કુમારે ભારતના મહાન ડિરેક્ટર સત્યજીત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બોલિવૂડના તે સમયના તમામ જાણીતા એક્ટર સાથે અભિનય કરી ચૂક્યા હતા. સંજીવ કુમારની જાણીતી ફિલ્મોમાં દસ્તક, અનુભવ, પરિચય, સીતા ઓર ગીતા, કોશિશ, નયા દિન નયી રાત, આંધી, શોલે, મોસમ, શતરંજ તે ખિલાડી, આલાપ, સત્યકામ, જાની દુશ્મન, અંગૂર, કાલા પથ્થર, નમકીન વગેરેનો સમાવેશ થાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.