Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»અમીષા પહેલા વિક્રમ ભટ્ટ સુષ્મિતા સેનને ડેટ કરતા હતા વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડીને પસ્તાઈ રહી છે અમીષા પટેલ
    Entertainment

    અમીષા પહેલા વિક્રમ ભટ્ટ સુષ્મિતા સેનને ડેટ કરતા હતા વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડીને પસ્તાઈ રહી છે અમીષા પટેલ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 5, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ હાલમાં ફિલ્મ ‘ગદર ૨’ને લઈને ચર્ચામાં છે, જેમાં તે ફરી એકવાર સકીનાના રોલમાં જાેવા મળશે. હવે તેણે વિક્રમ ભટ્ટ સાથેના સંબંધોને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. અમીષા પટેલે કહ્યું કે તેને હજુ પણ પરિણીત નિર્દેશક વિક્રમ ભટ્ટને ડેટ કરવાનો અફસોસ છે. જે તેની કારકિર્દી માટે ઘાતક સાબિત થયો. અમીષા પટેલે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે વિક્રમ ભટ્ટ સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. વિક્રમ ભટ્ટ સાથે બ્રેકઅપ બાદ અમીષાએ લંડન સ્થિત બિઝનેસમેન કનવ પુરીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમના સંબંધો પણ ટકી ના શક્યા. અમીષા પટેલે આગળ વાત કરી કે બોલિવૂડમાં છોકરી માટે સિંગલ રહેવું કેટલું મહત્વનું છે. તેણે કહ્યું કે સિંગલ એક્ટ્રેસ હંમેશા દર્શકોને આકર્ષે છે.

    અમીષાએ કહ્યું, ‘ગર્લનું સિંગલ સ્ટેટસ હંમેશા તે લોકોને આકર્ષે છે જેની સાથે તમે કામ કરો છો. તે દર્શકોને પણ આકર્ષે છે. તેમને લાગે છે કે જાે તમે સિંગલ છો અથવા સુપરસ્ટારને ડેટ કરી રહ્યા છો તો તેનાથી તમારી કારકિર્દીને ફાયદો થશે. અમીષા પટેલે વધુમાં કહ્યું કે, ‘એક હિરોઈન હીરોને ડેટ કરી શકે છે અને તેની સાથે ફિલ્મ કરી શકે છે. તેને વધુ કામ પણ મળી શકે છે. પરંતુ મારા કિસ્સામાં એવું નહોતું. તેથી તે મારી કારકિર્દી માટે ઘાતક સાબિત થયું. પરંતુ તમે ભૂલોમાંથી શીખો છો. અમીષા પટેલ અને વિક્રમ ભટ્ટ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા.

    પરંતુ તે પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. અમીષા પહેલા વિક્રમ ભટ્ટ સુષ્મિતા સેનને ડેટ કરતા હતા. કહેવાય છે કે સુષ્મિતા સેન સાથે બ્રેકઅપ બાદ વિક્રમ ભટ્ટે આત્મહત્યા કરવાનું વિચારવાનું શરૂ કર્યું હતું. પરંતુ તે જ સમયે, અમીષા વિક્રમ ભટ્ટના જીવનમાં આવી. જાેકે વિક્રમ ભટ્ટ ત્યારે પરિણીત હતા. વિક્રમ ભટ્ટે પછીથી અમીષા સાથેના બ્રેકઅપ પર એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સ્ટારડમથી નીચે પડી ગયેલી અભિનેત્રીનું દર્દ સમજી શકે છે. તેમણે અમીષાને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની જાણીતી ફિલ્મો ગુલામ, કસૂર, રાઝ, આવારા પાગલ દીવાના, ૧૯૨૦, શાપિત, ફૂટપાથ, અનકહી વગેરે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.