ટ્રાફિક પોલીસ વિભાગ કેટલાક લાલચુ અને ભ્રષ્ટ કર્મચારીઓના કારણે અવારનવાર બદનામ થાય છે.
આવા કર્મીઓના કારણે બાકીના સારા કર્મચારીઓના વખાણવા લાયક કામ પણ ઢંકાઈ જાય છે. અમદાવાદ શહેરમાં આવેલા ટ્રાફિક પોઇન્ટ અથવા તો સિગ્નલ પર ટીઆરબી જવાન ટ્રાફિક નિયમન કરવાના બહાને કે નિયમોના નામે જાણે તેમને કોઈનો ડર જ ના હોય તે રીતે વાહનચાલકોને રોકી દંડના નામે બેફામ લૂંટ ચલાવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.
સત્તાના હોવા છતાં પોલીસકર્મીઓની જેમ રોડ પર વાહન રોકીને વાહન નિયમ મુજબ ડોક્યુમેન્ટ માગે છે અને ડોક્યુમેન્ટ ના હોય તો મસમોટો દંડ થશે તેમ કહીને ૧૦૦થી ૫૦૦ રૂપિયા પડાવે છે. ટ્રાફિક ચોકીના પોલીસકર્મીઓની પણ સંડોવણી છે.
બીજી તરફ ટ્રાફિકની કામગીરીને લઇ વાહનચાલકો પાસેથી દંડના નામે રૂપિયા લૂંટવા આવે છે, જ્યારે કોઈ વાહનચાલક ટીઆરબી જવાનને કાયદાનું ભાન કરાવે ત્યારે તે ઉપરના પોલીસ કર્મચારીઓને કટકી આપતા હોવાનું કબૂલ કરતા હોય છે.