Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજુ પટેલનાં ચારેય સંતાનો ડૉક્ટર છે અને અમેરિકામાં રહે છે જે સ્કૂલમાં થયું જીવન ઘડતર તેનું ઋણ ચૂકવવા ડૉક્ટરે દાન કર્યા ૩ કરોડ
    Gujarat

    રાજુ પટેલનાં ચારેય સંતાનો ડૉક્ટર છે અને અમેરિકામાં રહે છે જે સ્કૂલમાં થયું જીવન ઘડતર તેનું ઋણ ચૂકવવા ડૉક્ટરે દાન કર્યા ૩ કરોડ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કહેવાય છે કે, જે લોકો નિઃસ્વાર્થ ભાવે કોઈની મદદ કરે છે તેનું ભલું થાય છે. રસ્તે જતાં કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાની હોય કે મુશ્કેલીમાં સપડાયેલા કોઈ વ્યક્તિને બહાર કાઢવા માટે રસ્તો શોધવાનો હોય, હરહંમેશ લોકોની મદદ કરતાં હોય તેમને પણ સમય આવ્યે ફળ મળતું હોય છે. છેલ્લા પાંચ દશકાથી આશ્રમ રોડ પર ક્લિનિક ચલાવતા ૭૭ વર્ષીય યુરોલોજીસ્ટ પણ આવા જ એક સેવાભાવી વ્યક્તિ છે. સૌથી પ્રતિષ્ઠિત યુરોલોજીસ્ટ પૈકીના એક ડૉ. રાજુ પટેલ તેમની નિપુણતા અને દર્દીઓ પ્રત્યેના તેમના લાગણીશીલ સ્વભાવને લીધે તો જાણીતા છે જ, ઉપરાંત તેમની દાનવીરતા માટે પણ ઓળખાય છે. બી.જે. મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. રાજુ પટેલ જીવનમાં તેમને મહત્વના પાઠ ભણાવનારી અને કરિયરને આકાર આપનારી સંસ્થાઓમાં ઉદાર દિલે દાન કરતા રહે છે.

    ઘણાં લોકો એવા હોય છે જે જીવન ઘડતરમાં ફાળો આપનારાઓનું ઋણ ભૂલી જાય છે પરંતુ ડૉ. રાજુ પટેલ એમાંના નથી. હાલમાં જ તેમણે વતન વિજાપુરમાં આવેલી પ્રાથમિક શાળાના પુનઃનિર્માણ માટે ૩ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ શાળામાં તેમણે પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ઉપરાંત ગુલબાઈ ટેકરામાં આવેલી કે.પી. હોસ્ટેલને પણ ફરી બંધાવવા માટે ૯ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ હોસ્ટેલમાં ડૉ. રાજુ પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે રહેતા હતા. મા-બાપનો ફાળો આપણા જીવનમાં સૌથી મોટો હોય છે. તેમનું ઋણ કદી ચૂકવી શકાય તેમ નથી હોતું. ત્યારે ડૉ. રાજુ પટેલ પોતાના પિતાના માનમાં તેમની અટક માવાવાળા લખાવે છે.

    ડૉ. રાજુ પટેલના પિતા ચતુરભાઈ વિજાપુર તાલુકાના મહાદેવપુરા (ગવાડા) ગામમાં ડેરી ચલાવતા હતા. ૧૯૬૨થી ૧૯૬૪ દરમિયાન ડૉ. રાજુ પટેલે અમદાવાદની એમ.જી. સાયન્સમાંથી પ્રી-સાયન્સની ડિગ્રી (હાલના ધોરણ ૧૧-૧૨ને સમકક્ષ) મેળવી હતી. આ સમયગાળામાં તેઓ કે.પી. હોસ્ટેલમાં રહ્યા હતા. ૧૯૭૦માં ડૉ. રાજુ પટેલે બી.જે. મેડિકલ કોલેજમાંથી અંડરગ્રેજ્યુએટની ડિગ્રી લીધી હતી. જે બાદ તેમણે યુરોલોજીમાં સ્પેશિયલાઈઝેશન કરવા માટે ન્યૂયોર્ક મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. ૧૯૭૫થી ૧૯૮૦ દરમિયાન તેમણે સેન્ટ લ્યૂક હોસ્પિટલમાં તાલીમ લીધી હતી. સાથે જ અમેરિકન બોર્ડ ઓફ યુરોલોજીના ડિપ્લોમેટ તરીકેના સર્ટિફિકેશનની તૈયારી પણ કરી રહ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.