Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પ્રાઈવેટ વીડિયો મળતા ભારે હોબાળો એક શખસે પાડોશી યુવતિનાં બાથરૂમમાં હિડન કેમેરા લગાવ્યા
    Gujarat

    પ્રાઈવેટ વીડિયો મળતા ભારે હોબાળો એક શખસે પાડોશી યુવતિનાં બાથરૂમમાં હિડન કેમેરા લગાવ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 20, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કંસ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા રાજકોટના ૩૩ વર્ષીય શખસે પાડોશી યુવતી પર નજર બગાડી. દરરોજ સોસાયટીમાં તે સ્વરૂપવાન યુવતિને જાેવા માટે બહાર આવતો. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે તેણે હદ તો ત્યારે વટાવી જ્યારે આ યુવતિના બાથરૂમમાં કેમેરા ફિટ કરવાનું નક્કી કર્યું. પરિવારમાં યુવતી, તેના ભાભી અને માતા સહિત ભાઈ રહેતો હતો. તેવામાં ભાભી અને યુવતી પર આ શખસની નજર પહેલાથી જ ખરાબ હોવાનું સોસાયટીમાં રહેતા લોકોએ જણાવ્યું હતું. તે અવાર નવાર કોઈક બહાને તેમના ઘરમાં જાેતો જ રહેતો હતો. તેવામાં હવે કેમેરા લગાવ્યા બાદ પાડોશમાં રહેતા ભાભી અને યુવતીએ સ્ટિંગ ઓપરેશન કરી ભાંડો ફોડ્યો.

    પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ૩૩ વર્ષીય શખસ તેમની પાસેના મકાનમાં જ રહેતો હતો. વળી બીજી બાજુ બ્યુટીપાર્લરનું કામ કરતી પાડોશી યુવતીની પ્રાઈવેટ મોમેન્ટ જાેવા માટે તેણે તમામ હદો વટાવી નાખી હતી. સૌથી પહેલાં પોતાના ઘરે રિનોવેશનનું કામ કરાવવાનું કહી પાડોશમાં રહેતા યુવતીના ઘર પાસે પણ તેને કશોક સામાન મુકાવ્યો હતો. હવે તેણે આ સમયે બપોરે બધાની જાણ બહાર યુવતીના બાથરૂમમાં હિડન કેમેરો ફિટ કરાવવાનું કામ શરૂ કરી દીધું હતું. જ્યારે જ્યારે ફ્રી સમય મળે ત્યારે તેણે પાવર બેન્ક, નાનો મોબાઈલ અને ફુલ ચાર્જડ કેમેરો ત્યાં લગાવી દીધો હતો. આ શખસ રોજ મોડી રાત્રે આવતો અને પછી મોબાઈલમાંથી વીડિયો ક્લિપ પોતાની પાસે લઈ લેતો હતો. જાેતજાેતામાં તેને બાથરૂમમાં તેની પાડોશમાં રહેતી સ્વરૂપવાન યુવતી, એના ભાભીના અંગત વીડિયોઝ કેપ્ચર કરી લીધા હતા. આવું ૨ દિવસ સુધી ચાલતું રહ્યું હતું અને યુવક પાવર બેન્ક બદલીને માનવતાની તમામ હદો વટાવતો ગયો હતો. હવે એક દિવસ થયું એવું કે આ મહિલાએ આખુ ઘર સાફ સફાઈ કરવા માટે કાઢ્યું હતું. જેમાં બાથરૂમની સફાઈ કરવા માટે મહિલા ત્યાં પહોંચી હતી.

    બાથરૂમમાં જ્યારે વેન્ટિલેટર પાસે યુવતીએ સાફ સફાઈ શરૂ કરી ત્યારે તેને રિનોવેશન કરાયું હોય એમ લાગ્યું. તેના વેન્ટિલેટર પાસે જે બારી હતી તેની પાછળ હજુ એક નાનો ગ્લાસ જાેવા મળી રહ્યો હતો. એટલે કે રોજિંદા સ્નાન કરવા જાય ત્યારે નજરે ન પડે એવી સ્થિતિ હતી. તેવામાં હવે અચાનક વધુ એક સ્મોલ કમ્પાર્ટમેન્ટ એ કાચની પાછળ હતું. જાેકે પાડોશમાં રહેતા શખસને જાણ થઈ કે આ યુવતી બાથરૂમ સાફ કરી રહી છે કે તરત જ તે બહારની બાજુ આવી ગયો હતો.જાેતજાેતામાં મહિલાએ એક કાચ તોડ્યો તો હિડન કેમેરો સ્પોટ થઈ ગયો. તેણે તાત્કાલિક ધોરણે તેના ભાઈ, ભાભી અને માતાને બાથરૂમમાં બોલાવવા માટે બૂમો પાડી હતી. આ બધા અહીં ભેગા થયા અને કાચ તોડીને કેમેરો લે એની પહેલા જ આ શખસે બહારથી જ એ કેમેરાનું આખુ સેટઅપ ઉઠાવી લીધું હતું. એટલું જ નહીં તેને પાડોશીઓ પણ બારીના એ કમ્પાર્ટમેન્ટમાંથી જાેઈ ગયા હતા. જાેકે આ શખસ પોતાના ઘરે કેમેરો અને મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો.

    જાેકે પરિવારને યુવતીએ જણાવ્યું કે આ તો હિડન કેમેરો હતો. એનો અર્થ એ થયો કે બાથરૂમમાં છેલ્લા ઘણા દિવસોથી આ શખસ કેમેરો ફિટ કરીને નજર રાખી રહ્યો હતો. અમે હું અને ભાભી આ બાથરૂમમાં જ સ્નાન કરીએ છીએ અને કપડા બદલવા પણ આવીએ છીએ. જેથી ગુસ્સે થયેલા પરિવારજનો પાડોશીના ઘરે પહોંચ્યા અને પોલીસ ફરિયાદની ધમકી આપતા શખસે તમામ હકિકત જણાવી દીધી હતી. તેણે કહ્યું કે છેલ્લા ૨ દિવસથી હું અંગત ક્ષણોનો વીડિયો ઉતારી રહ્યો છું. મારા ફોનમાં યુવતી અને ભાભીના અંગત વીડિયો છે જે હું ટ્રાન્સફર કરતો રહું છું.

    ત્યારપછી પરિવારે દોટ મૂકી અને તાત્કાલિક પોલીસ સ્ટેશને પાડોશી શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. આ દરમિયાન શખસે કબૂલાત કરી કે તેની પાસે બંને યુવતીઓના અંગત વીડિયો છે.
    હવે પોલીસે જ્યારે તેની પાસેથી મોબાઈલ ફોન લીધો તો એમાં માત્ર આ યુવતીના અને ભાભીના નહીં પરંતુ ઘણી મહિલાઓના અંગત વીડિયો પણ મળી આવ્યા હતા. એટલે હવે આ કંસ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા વ્યક્તિની વધુ તપાસ હાથ ધરાઈ છે અને તેણે ક્યાં ક્યાં કામ કર્યું અને જે જે યુવતીના વીડિયો ઉતાર્યા છે તેની ક્લિપને પુરાવા તરીકે રાખી છે. આગળ હવે કાયદેસરના પગલા આ શખસ વિરૂદ્ધ લેવાશે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025

    India Rare Earth Reserves: દુર્લભ પૃથ્વી તત્વોમાં નવી મહાસત્તા બનવાનું ભારતનું ધ્યેય

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.