Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પાકિસ્તાનના લાહોરમાં એક ગંભીર દુર્ઘટના બની મકાનમાં ભીષણ આગથી છ બાળકો સહિત દસનાં મોત
    India

    પાકિસ્તાનના લાહોરમાં એક ગંભીર દુર્ઘટના બની મકાનમાં ભીષણ આગથી છ બાળકો સહિત દસનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનના લાહોરમાં એક ગંભીર દુર્ઘટના ઘટી છે. બુધવારે લાહોરમાં એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં છ બાળકો સહિત એક જ પરિવારના દસ લોકોના મોત થયા હતા. બચાવ અધિકારીઓએ આ જાણકારી આપી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના લાહોરના ભાટી ગેટ વિસ્તારમાં વહેલી સવારે બની હતી. જ્યારે રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ફાટ્યું ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આ દરમિયાન ઘરમાં ભીષણ આગ લાગી હતી જેમાં ૧૦ લોકોના મોત થયા હતા. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે ઘરમાં ધુમાડો બહાર કાઢવા માટે વેન્ટિલેશન નહોતું.

    બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, પરિવારનો એક સદસ્ય ઈમારત પરથી કૂદીને આગથી બચવામાં સફળ રહ્યો હતો. આખી ઈમારત બળીને ખાખ થઈ ગઈ છે ફાયર એન્જિનની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.જે સમયે ઘરમાં આગ લાગી તે સમયે ઘરમાં પરિવારના દસ સભ્યો હાજર હતા. જેમાં એક પુરુષ અને તેની પત્ની, અન્ય બે મહિલાઓ, પાંચ બાળકો અને સાત મહિનાનું બાળક પણ સામેલ હતું. આગમાં સળગી જવાથી ૧૦ લોકોના મોત થયા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છાઓ, કહ્યું- આ વખતે પણ જવાનો સાથે મનાવીશ તહેવાર

      November 7, 2026

      E20 પેટ્રોલમાં 20%થી વધુ એથેનોલ ભેળવવાનો આરોપ, રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

      November 7, 2026

      સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: ધરપકડના 24 કલાકની ગણતરી હવે ક્યારથી થશે? પોલીસ માટે પણ કડક નિયમો લાગુ

      November 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.