રવિવારના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે કચ્છમાં આ સિઝનનો ૧૯.૦૫ ઈંચ વરસાદ પડ્યો છે. જે આ સિઝનનો ૧૦૪ ટકા છે, એવા રિપોર્ટ્સ પાર્થ શાસ્ત્રીના છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા મુજબ, માત્ર જૂન મહિનામાં જ કચ્છમાં ૧૪.૦૧ ઈંચ અથવા સિઝનનો કુલ ૭૭ ટકા વરસાદ નોંધાયો હતો અને રેકોર્ડ સમયમાં ૧૦૦ ટકા સુધી પહોંચી ગયો હતો. પાછલા દાયકામાં ફક્ત દેવભૂમિ દ્વારકામાં ૧૫૧ ટકા, પોરબંદરમાં ૧૦૦ ટકા જુલાઈ ૨૦૨૦ના પહેલા ભાગમાં સમગ્ર સિઝનનો વરસાદ પડ્યો હતો.
કચ્છ માટે સૌથી પહેલો શ્રેષ્ઠ વરસાદ ગયા વર્ષે ૧૫ જુલાઈ સુધી ૯૮ ટકા હતો. સમગ્ર ગુજરાતમાં રવિવારે વરસાદે ૪૦ ટકાનો આંકડો પાર કર્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રવિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ અહીં જાેરદાર વરસાદ પડ્યો હતો. સવારની શરુઆત અને બપોરની આસપાસ હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. રાણીપમાં ૧.૦૪ ઈંચ, બોડકદેવમાં ૦.૯૨ ઈંચ, ચાંદલોડિયામાં ૦.૮૮ ઈંચ, સાયન્સ સિટીમાં ૦.૮૪ ઈંચ અને બોપલમાં ૦.૬૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં મોસમનો અત્યાર સુધીનો ૪૮ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદ બાદ વાસણાના ડેમને બે ગેટ પણ ખોલવામાં આવ્યા હતા.
અહીં પાણીનું સ્તર ૧૩૨ ફૂટ સુધી પહોંચી ગયુ હતુ, એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું. બપોરના ૪ વાગ્યા સુધી કંટ્રોલ રુમમાં ૧૪ ફરિયાદો પાણી ભરાઈ જવાની મળી હતી. જ્યારે ક્ષતિગ્રસ્ત બાંધકામ અને રોડ રસ્તાની પણ ફરિયાદો મળી હતી. મોડી સાંજ સુધી શહેરમાં છૂટોછવાયો વરસાદ જાેવા મળ્યો હતો. આકાશમાં પણ વાદળો છવાયેલા જાેવા મળ્યા હતા, જેના કારણે સંપૂર્ણ ચોમાસું બેઠું હોય એવો અનુભવ થઈ રહ્યો હતો. આર્કિટેક્ચરના એક વિદ્યાર્થી રુતુ પરમારે જણાવ્યું કે,
સાંજના સમયે વરસાદ તૂટી પડ્યો હતો અને એના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જાે કે, અમે ચોમાસાનો આનંદ માણ્યો હતો. ગરમા ગરમ ભજીયા અને મસાલા ચાની લિજ્જત માણી હતી. તો ૈંસ્ડ્ઢના અધિકારીઓએ જણાવ્યું કે, આ સિઝનમાં શહેરમાં સારો અને ટાકાઉ વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગની આગાહીમાં અમદાવાદ જિલ્લામાં સોમવારે અલગ અલગ ભારે વરસાદ પડી શકે છે. ૈંસ્ડ્ઢના અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે.