Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ચોંકાવનારી ઘટના પત્ની સાથે અફેરની શંકાએ પતિએ મિત્રનું ગળું કાપ્યું
    India

    કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ચોંકાવનારી ઘટના પત્ની સાથે અફેરની શંકાએ પતિએ મિત્રનું ગળું કાપ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJune 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ચિક્કાબલ્લાપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પત્ની સાથે અફેરના શંકામાં એક વ્યક્તિએ પોતાના મિત્ર પર ધારદાર હથિયારથી હુમલો કરી તેનું ગળુ કાપી નાખ્યુ અને ત્યારબાદ તેનું ખૂન પી ગયો. આ ઘટના સમયે હાજર ત્રીજાે મિત્ર દૂર ઉભો રહીને વીડિયો બનાવતો રહ્યો.
    આ ઘટના ૧૯ જૂનના રોજ બની હોવાની માહિતી મળી રહી છે. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
    વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી વ્યક્તિની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ વિજય અને ઘાયલ વ્યક્તિની ઓળખ મારેશ તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન વિજયે જણાવ્યું કે, તેણે મારેશ પર એટલા માટે હુમલો કર્યો કારણ કે તેને તેની પત્ની સાથે અફેર હોવાની શંકા હતી.
    તેની પત્ની સાથે અફેરની શંકા જતા વિજયે મારેશને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે ૧૯ જૂને તે તેના મિત્ર જ્હોન સાથે મળીને કોઈ બહાને મારેશને નજીકના જંગલમાં લઈ ગયો હતો. મારેશ કંઈ સમજે તે પહેલા જ વિજયે તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તેનું ગળું કાપી નાખ્યું અને પછી જે ખૂન નીકળ્યું તે પી ગયો હતો.
    વિજયના હુમલામાં ગંભીર રીતે ઘાયલ મારેશને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી છે. મારેશની ફરિયાદ બાદ પોલીસે વિજયને ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Government Job: RRB NTPC UG ભરતી 2025: અરજી પ્રક્રિયા શરૂ, 27 નવેમ્બર સુધીમાં અરજી કરો

    October 28, 2025

    IAS Transfer: યોગી સરકારનું મોટું પગલું: 46 IAS અધિકારીઓના પોસ્ટિંગમાં ફેરફાર, વહીવટી કડક થવાના સંકેત

    October 28, 2025

    Job 2025: કારકિર્દીમાં પ્રગતિ માટે સુવર્ણ તક, 103 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.