Zepto
Zepto: ઉબેર જેવી કંપનીઓ પર અગાઉ આઇફોન અને એન્ડ્રોઇડ યુઝર્સ પાસેથી એક જ સર્વિસ માટે અલગ-અલગ કિંમત વસૂલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે આ યાદીમાં Zeptoનું નામ પણ જોડાઈ ગયું છે. એક વાયરલ વીડિયો Zepto ની Android અને iPhone એપ પર સમાન આઇટમની કિંમતોમાં તફાવત દર્શાવે છે.
બેંગ્લોરની એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં એન્ડ્રોઈડ અને આઈફોન પર ઝેપ્ટો પ્રોડક્ટ્સની કિંમતોની સરખામણી કરી છે. મહિલાએ જણાવ્યું કે iPhone પર Zepto એપમાં દ્રાક્ષની કિંમત 146 રૂપિયા છે, જ્યારે એન્ડ્રોઇડ પર 65 રૂપિયા બતાવવામાં આવી છે. તેવી જ રીતે કેપ્સીકમ અને પાટડીદરના ભાવમાં પણ તફાવત જોવા મળ્યો હતો. મહિલાએ પૂછ્યું કે આ કેમ થઈ રહ્યું છે, અને જો તે બધા વપરાશકર્તાઓ સાથે થઈ રહ્યું છે, તો તે ગંભીર બાબત છે.
વિડીયોના કમેન્ટ સેકશનમાં ઘણા યૂઝર્સે Zepto ની ટીકા કરી. એક યૂઝરે કહ્યું, “હવે હું એપ અનઇન્સ્ટોલ કરી રહ્યો છું.” જ્યારે બીજા યૂઝરે Zomato અને Ola- Uber જેવી એપ્સનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આવી સમસ્યાઓ ત્યાં પણ છે. તેમ છતાં, અત્યાર સુધી Zepto તરફથી આ મામલે કોઈ ઓફિશિયલ પ્રતિસાદ ન આવ્યો છે.