WWDC25: શું iOS 19 હવે નહીં આવે? એપલે પોતાનો આખો પ્લાન બદલી નાખ્યો છે, જાણો બધું
WWDC25: એપલ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ જેમ કે iOS, macOS, iPadOS વગેરેના નામ બદલવાની તૈયારી કરી રહ્યું છે. આ વર્ષે લોન્ચ થનારી નવી iPhone ઓપરેટિંગ સિસ્ટમનું નામ iOS 19 નહીં પણ iOS 26 હશે.
WWDC25: એપલ હવે તેની ઓપરેટિંગ સિસ્ટમ (OS) જેમ કે iOS, macOS, iPadOS વગેરેના નામ બદલવાની તૈયારી કરી રહ્યું છે. અત્યાર સુધી આ નામો વર્ઝન નંબર (દા.ત. iOS 18) પર આધારિત હતા, પરંતુ હવે એપલ વર્ષ પ્રમાણે તેમનું નામ આપવાનું વિચારી રહી છે. મતલબ કે, આ વર્ષે લોન્ચ થનારી નવી iPhone ઓપરેટિંગ સિસ્ટમનું નામ iOS 19 નહીં પરંતુ iOS 26 રાખવામાં આવશે.
નામ બદલી શકે છે
Bloomberg ની રિપોર્ટ અનુસાર, Apple આ વખતે નવી રીત અપનાવવાનો છે. ફક્ત iPhone જ નહીં, પણ Apple ના બધા ડિવાઇસો જેમ કે iPad, Mac, Apple Watch, TV અને Vision Pro હેડસેટના સોફ્ટવેર પણ આ સિસ્ટમથી નામ આપવામાં આવશે. એનો અર્થ થાય છે – iPadOS 26, macOS 26, watchOS 26, tvOS 26 અને visionOS 26 આવનાર છે.
9 જૂનએ થઈ શકે છે બદલાવ
આ બદલાવ 9 જૂન 2024 ના રોજ યોજાતા Apple ના વાર્ષિક ઇવેન્ટ WWDC (Worldwide Developers Conference) માં જાહેર કરવામાં આવશે. આ ઇવેન્ટમાં Apple દરેક વર્ષે પોતાના નવા સોફ્ટવેર ફીચર્સ અને ટેક્નોલોજી વિશ્વ સામે રજૂ કરે છે.
Apple નું આ પગલું કાર કંપનીઓ જેવી છે, જે આગામી વર્ષના મોડેલને પહેલેથી જ લોન્ચ કરી દે છે. આ રીતે Apple પોતાના બધા ઓપરેટિંગ સિસ્ટમ્સના નામ એકસમાન અને સમજવામાં સરળ બનાવવાનો ઈરાદો રાખે છે. હાલમાં જે સિસ્ટમ ચાલી રહી છે તેમાં iOS 18 છે, જ્યારે watchOS 12 અને visionOS તો ફક્ત વર્ઝન 2 પર છે – જેના કારણે યુઝર્સમાં ગડબડ થવાની શક્યતા છે. આ નવું નામકરણ સિસ્ટમ આ ગેરસમજ દૂર કરશે.
આ ઉપરાંત, Apple પોતાના ઓપરેટિંગ સિસ્ટમનો ડિઝાઇન પણ બદલવા જઈ રહ્યો છે. Vision Pro હેડસેટ માટે બનાવેલા visionOS થી પ્રેરણા લઈને, Apple હવે બધા ડિવાઈસ માટે એકસરખું અને આધુનિક ડિઝાઇન લાવવા માંગે છે. એટલે કે iPhone, iPad, Mac, Watch તમામ ડિવાઈસનું ઈન્ટરફેસ હવે વધુ સાફ-સુથરુ, સ્પેશ્યલ ઈન્ટરફેસ અને યુનિફોર્મ હશે.
WWDC 2024 ની શરૂઆત 9 જૂન બપોરે 1 વાગ્યે (ET) થશે, જ્યાં Apple પોતાના નવા સોફ્ટવેર પ્લાન્સ અને આ નવા નામકરણ સિસ્ટમની સંપૂર્ણ માહિતી આપશે. આ બદલાવ Apple યુઝર્સ માટે મોટો પરિવર્તન સાબિત થઈ શકે છે.