Women Players:વિશ્વની ટોચની 5 ધનિક મહિલા ટેનિસ ખેલાડીઓ, કોણ છે કમાણીમાં નંબર વન?
Women Players:હાલમાં લંડનમાં ચાલી રહેલા વિમ્બલ્ડન 2025 ટૂર્નામેન્ટમાં મહિલા ખેલાડીઓએ પોતાની શાનદાર કામગીરીથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ટેનિસ માત્ર રમત નથી રહી, હવે તે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા અને કમાણીનો મોટો સ્ત્રોત બની ગઈ છે. આજે આપણે જાણીશું વિશ્વની 5 સૌથી વધુ કમાણી કરનારી મહિલા ટેનિસ સ્ટાર વિશે.
1. વિનસ વિલિયમ્સ (Venus Williams) – ₹3,670 કરોડ
વિનસ વિલિયમ્સે ટેનિસમાં 7 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે, જેમાંથી 5 વિમ્બલ્ડનમાં આવ્યા છે. તેણે ટેનિસમાં 16 વર્ષથી વધુ સમય સુધી રાજ કર્યો છે અને એન્ડોર્સમેન્ટ સોદા સહિત કુલ કમાણીમાં ટોચે છે.
2. વિક્ટોરિયા અઝારેન્કા (Victoria Azarenka) – ₹3,316 કરોડ
બેલારુસની આ દિગ્ગજ ખેલાડીએ 2 ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા છે અને કારકિર્દી દરમિયાન અનેક ટૂર્નામેન્ટ જીતી પોતાની ઓળખ ઊભી કરી છે. તેણે કમાણીમાં પણ આગળ રહેતાં અનેક સ્પર્ધકોને પાછળ છોડી દીધા છે.
3. પેટ્રા ક્વિટોવા (Petra Kvitová) – ₹3,222 કરોડ
ચેક રિપબ્લિકની ક્વિટોવા 2 વાર વિમ્બલ્ડન વિજેતા રહી છે અને 31 WTA ટાઇટલ જીતી ચુકી છે. તેના ઝડપી અને શક્તિશાળી શોટ તેને કોર્ટ પર અનન્ય બનાવે છે.
કેરોલિન વોઝનિયાકી (Caroline Wozniacki) – ₹3,136 કરોડ
ડેનમાર્કની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ખેલાડીએ 2018માં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો. તેની મજબૂત દોડ અને સ્થિર રમતથી તેણે પોતાની ઓળખ બનાવી છે.
ઇગા સ્વિયાટેક (Iga Świątek) – ₹3,130 કરોડ
પોલેન્ડની ઇગા સ્વિયાટેક હાલમાં વિમ્બલ્ડન 2025ના સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. તે છેલ્લા 125 અઠવાડિયાથી વર્લ્ડ નંબર વન મહિલા ટેનિસ ખેલાડી છે અને સતત સફળતાથી તેની બ્રાન્ડ વેલ્યુમાં વધારો થયો છે.