Windfall Gain Tax
વિન્ડફોલ ગેઇન ટેક્સ અપડેટ: ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $75ને પાર કરી ગયા પછી, સરકાર દેશમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદન પર વિશેષ વધારાની આબકારી જકાતના રૂપમાં વિન્ડફોલ ગેઇન ટેક્સ લાદે છે.
વિન્ડફોલ ગેઈન ટેક્સઃ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયા બાદ સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ગેઈન ટેક્સ વધારવાનો નિર્ણય કર્યો છે. આ વધારો 16 ફેબ્રુઆરી, 2024થી લાગુ ગણવામાં આવશે. સરકારે ક્રૂડ ઓઈલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટીને 3200 રૂપિયા પ્રતિ ટનના વર્તમાન સ્તરથી વધારીને 3300 રૂપિયા પ્રતિ ટન કરવાનો નિર્ણય કર્યો છે. ડીઝલ પર નિકાસ કર વધારવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલ અને ATF પર વિશેષ વધારાની એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
- સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ શુક્રવાર 16મી ફેબ્રુઆરીથી ONGC જેવી સરકારી ઓઈલ કંપનીઓએ સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર 3300 રૂપિયા પ્રતિ ટન વિશેષ વધારાની એક્સાઈઝ ડ્યુટીના રૂપમાં વિન્ડફોલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. તાજેતરના સમયમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. તે જ મહિનામાં, સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ ઉત્પાદન પર વિશેષ વધારાની એક્સાઈઝ ડ્યુટી પ્રતિ ટન 1700 રૂપિયાથી વધારીને 3200 રૂપિયા પ્રતિ ટન કરી હતી.
- ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ $75ને પાર કરી ગયા પછી, સરકાર દેશમાં ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર વિશેષ વધારાની આબકારી જકાતના રૂપમાં વિન્ડફોલ ગેઈન ટેક્સ લાદે છે જેથી કરીને સરકાર નિકાસમાંથી થતી ઊંચી કમાણી પર વધુ કર વસૂલ કરી શકે. ડીઝલ પર વિશેષ વધારાની એક્સાઈઝ ડ્યુટી શૂન્યથી વધારીને 1.50 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. સરકાર નિકાસ કરાયેલા ડીઝલ પર આ ટેક્સ વસૂલ કરે છે. પેટ્રોલ અને ઉડ્ડયન ઇંધણ પર વિશેષ વધારાની આબકારી જકાત અત્યારે શૂન્ય રહેશે.
- કેન્દ્ર સરકારે 1 જુલાઈ, 2022થી પેટ્રોલિયમ ઉત્પાદનો પર વિન્ડફોલ ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ, પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર વિશેષ વધારાની આબકારી જકાતના રૂપમાં વિન્ડફોલ ગેઈન ટેક્સ એકત્ર કરવામાં આવે છે. જ્યારે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થાય છે ત્યારે સરકાર વિથફોલ ગેઈન ટેક્સમાં વધારો કરે છે.
