BSNL 4G-5G
BSNL 4G-5G: તમને જણાવી દઈએ કે ETના અહેવાલ મુજબ, TCSના એક વરિષ્ઠ અધિકારી એન. ગણપતિ સુબ્રમણ્યમે કહ્યું છે કે BSNLની 4G-5G સેવાઓ સમયસર શરૂ કરવામાં આવશે. તમને યાદ અપાવી દઈએ કે અગાઉ ભારતના ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ યુ.એસ.-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર ડિપ્લોમસીમાં કહ્યું હતું કે સરકારની માલિકીની BSNLની બંને હાઈ-સ્પીડ સેવાઓ આવતા વર્ષ સુધીમાં શરૂ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, BSNLના 1 લાખ બેઝ સ્ટેશન પર 4G સેવાઓ મે 2025 સુધીમાં અને 5G સેવાઓ જૂન 2025 સુધીમાં શરૂ કરવામાં આવશે. હવે TCS દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આ સેવાઓ નિર્ધારિત સમયમાં શરૂ કરવામાં આવશે, જેનાથી કરોડો ગ્રાહકોને મોટી રાહત મળી છે. TCSએ કહ્યું કે યોગ્ય સમયે BSNLની 4G-5G સેવાઓ શરૂ કરવા માટે સંપૂર્ણ યોજના તૈયાર છે, અને તે પ્રક્રિયામાં ભારતીય અને વિદેશી ટેલિકોમ કંપનીઓના સંપર્કમાં છે.
