WhatsApp ચેટમાં જોવા મળશે Wave Emoji, તમને મળ્યું છે આ અપડેટ?
WhatsApp: જો તમે વોટ્સએપ યુઝર છો તો તમને આ ફીચર ખૂબ ગમશે. વોટ્સએપનું નવું વેવ ઇમોજી તમને કોઈની સાથે ચેટ શરૂ કરવામાં મદદ કરી શકે છે. આ ઇમોજી ચેટમાં દેખાશે, તે કેવી રીતે કામ કરશે અને ક્યાં મળશે.
WhatsApp હંમેશા પોતાના યુઝર્સના ચેટિંગ અનુભવને વધુ સારી બનાવવા માટે નવા-નવા ફીચર્સ લઈને આવે છે. આ વખતે મેટાએ એક શાનદાર ફીચર રજૂ કર્યું છે, જેને Wave Emoji કહેવામાં આવે છે. આ ફીચરનો ઉદ્દેશ નવી ચેટની શરૂઆત સરળ બનાવવાનો છે. આ ફીચર તમને મળશે કે નહીં અને તે કેવી રીતે કામ કરશે, તે અંગે નીચે વાંચો.
શું છે આ નવું Wave Emoji ફીચર?
Wave Emoji એક હાથ હલાવતો ઇમોજી છે. યુઝર્સ તેને Hello અથવા Hi જેવી ગ્રીટિંગ્સ તરીકે મોકલી શકે છે. આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ નવા કોન્ટેક્ટ સાથે ચેટ શરૂ કરવા માગે છે, પણ હિંચકતા અનુભવતા હોય છે. આ ફીચરથી તેમને પ્રથમ મેસેજ મોકલવામાં કોઈ પણ શંકા નહિ રહેશે.
WABetaInfo એ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ શેર કરી છે જેમાં આ ઇમોજી WhatsApp બીટા ફોર Android વર્ઝન 2.25.21.24 માં દેખાઈ રહ્યું છે. સાથે જ એક સ્ક્રીનશોટ પણ આપવામાં આવ્યો છે જેમાં આ ફીચર સ્પષ્ટ રીતે દેખાય છે.
📝 WhatsApp beta for Android 2.25.21.24: what’s new?
WhatsApp is rolling out a feature to send a greeting message with a wave emoji, and it’s available to some beta testers!
Some users can get this feature by installing certain previous updates.https://t.co/iHhY8RY3mL pic.twitter.com/1JfMtbarD0— WABetaInfo (@WABetaInfo) July 27, 2025
આ ઇમોજી ક્યાં દેખાશે?
હવે પ્રશ્ન થાય છે કે આ ફીચર ક્યાં દેખાશે? તો આ ફીચર તમને ત્યારે જ દેખાશે જ્યારે તમે કોઈ એવા વ્યક્તિની ચેટ ખોલશો જેના સાથે તમે પહેલાથી ક્યારેય ચેટ નથી કરી. તેના ચેટમાં તમને નીચે તરફ આ Wave Emoji જોવા મળશે. આ ઇમોજી ફક્ત વન-ઓન-વન ચેટમાં જ દેખાશે. એટલે કે આ વિકલ્પ માત્ર પર્સનલ ચેટિંગમાં જ મળશે, ગ્રુપમાં નહીં.
હાલમાં આ ફીચર WhatsApp બીટા યુઝર્સ માટે શરૂ કરવામાં આવ્યું છે. બીટા ટેસ્ટિંગ પછી આ ફીચર જલ્દી જ બધી યુઝર્સ માટે ઉપલબ્ધ થઇ શકે છે.
વૉઇસ ચેટમાં પણ Wave All નું ઓપ્શન
WhatsApp આ ઇમોજીને ફક્ત ચેટમાં જ નથી રાખતું, પણ વૉઇસ ચેટમાં પણ એક નવો ઓપ્શન Wave All ઉમેર્યો છે. આ ફીચર ગ્રુપના બધા સભ્યોને નોટિફિકેશન મોકલે છે કે તેઓ વૉઇસ ચેટમાં જોડાઈ શકે છે. એટલે કે કોઈ મીટિંગ કે ચર્ચા માટે બધા સભ્યોને એક સાથે બોલાવવાનો આ સ્માર્ટ રસ્તો બની શકે છે.