Virat Kohli એ ટેસ્ટ ક્રિકેટ છોડી દીધું, ચાહકોએ કહ્યું – એક યુગનો અંત
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ટી20 ક્રિકેટ છોડી દીધું છે અને હવે તે ફક્ત ભારતીય જર્સીમાં વનડે ક્રિકેટ રમશે.
Virat Kohli: ભારતીય ક્રિકેટને આજે મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કોહલી ટી20 ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. હવે તે ભારતીય જર્સીમાં ફક્ત ODI ક્રિકેટ રમતો જોવા મળશે. સોમવારે, વિરાટ કોહલી એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી.
Virat Kohli: કોહલીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ટેસ્ટ ક્રિકેટ હંમેશા તેના હૃદયની નજીક રહ્યું છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે તે આ પ્રકરણનો સન્માનપૂર્વક અંત લાવે. તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), તેમના ચાહકો અને તેમના સાથી ખેલાડીઓનો આભાર માન્યો.
View this post on Instagram
Test Cricket will never be the same again!#ViratKohli𓃵 ‘s retirement, close to the heels of Rohit Sharma’s retirement leaves a huge void in Indian Test cricket which will be difficult to fill.
Farewell legend, red ball cricket will miss you and your passion for this format. pic.twitter.com/c6WtGSGUxq
— Himanta Biswa Sarma (@himantabiswa) May 12, 2025
ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનો વારસો
36 વર્ષીય વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચોમાં સરેરાશ 48.93ની સાથે કુલ 9230 રન બનાવ્યા છે, જેમાં 30 સદી અને 31 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેમણે ભારતને ટેસ્ટ ક્રિકેટમાં નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે. ખાસ કરીને વિદેશી ધરતી પર મળેલી જીત માટે તેમની કેપ્ટનશીપ યાદગાર રહેશે. 2014થી 2022 સુધી કેપ્ટન તરીકે રહીને વિરાટ કોહલીએ ભારતને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામે મોટી જીત અપાવી હતી.
Congrats to my biscotti @imVkohli on an epic Test career! Your determination & skill have always inspired me. True legend! ❤️🙌🏻 #ViratKohli𓃵 pic.twitter.com/2DnNLRzSrI
— AB de Villiers (@ABdeVilliers17) May 12, 2025
Gautam Gambhir hugging Virat Kohli after Virat’s 30th Test hundred. 🥹❤️
This is His Last Test Match 😭🥺💔
King Of Test Cricket is Retired I Can’t Believe…!!!💔#ViratKohli #ViratKohli𓃵 pic.twitter.com/zRoMsAC7Y4 pic.twitter.com/i2NGeltrf6
— P R A S A N G (@Prasang_) May 12, 2025
BCCIએ વિરાટ કોહલીને ટેસ્ટમાંથી નિવૃત્તિ ટાળવા માટે અપીલ કરી હતી
સૂત્રો અનુસાર, થોડા દિવસો પહેલા BCCIએ વિરાટ કોહલીને અપીલ કરી હતી કે તેઓ થોડીક વધુવાર ટેસ્ટ ક્રિકેટ રમે, ખાસ કરીને આગામી વિદેશી શ્રેણીઓને ધ્યાનમાં રાખીને. જોકે, વિરાટ પોતાનાં નિર્ણય પર અડગ રહ્યા અને હવે તેમણે સત્તાવાર રીતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
Congrats to my biscotti @imVkohli on an epic Test career! Your determination & skill have always inspired me. True legend! ❤️🙌🏻 #ViratKohli𓃵 pic.twitter.com/2DnNLRzSrI
— AB de Villiers (@ABdeVilliers17) May 12, 2025
FROM A BOY WITH A DREAM TO THE KING OF HEARTS – VIRAT, YOU’VE MADE HISTORY.#ViratKohli #TestCricket #ViratKohli𓃵 pic.twitter.com/zR32n55p0l
— Hemant Batra (@hemantbatra0) May 12, 2025
ચાહકોમાં ભાવનાત્મક માહોલ
વિરાટ કોહલીની નિવૃત્તિની ખબર ફેલાતાં સોશિયલ મીડિયા પર ફેન્સની ભાવનાઓ ઉમટી પડી. X (પૂર્વે ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર #ThankYouVirat ટ્રેન્ડ કરવા લાગ્યું. ફેન્સ તેમના શાનદાર કરિયર અને પ્રેરણાદાયક સંઘર્ષને સલામ કરી રહ્યા છે.
Thankyou for the Service Goat Kohli,
Streets will be never be same without you 💔💔#ViratKohli𓃵 pic.twitter.com/QwLhSUtXsL— Adarsh. (@Awdarsh18) May 12, 2025
Test cricket won’t be the same without Kohli’s fiery celebrations, elegant cover drives, and clutch centuries.#ViratKohli𓃵 #TestCricket pic.twitter.com/VfgJZMFNiF
— legendary GOATS (@goats_legend) May 12, 2025
હવે માત્ર વનડે ક્રિકેટમાં વિરાટ
હવે વિરાટ કોહલી ભારતીય ટીમ માટે માત્ર વનડે ક્રિકેટમાં જ જોવા મળશે. આવી સ્થિતિમાં તેમના ચાહકોને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી અને આવનારી દ્વિપક્ષીય વનડે શ્રેણીઓમાં તેમના જલવો જોવા મળશે.