ઇન્સ્ટાગ્રામ પર @adina_madikyzy એકાઉન્ટથી શેર થયેલા આ વીડિયો ક્લિપમાં રશિયન બાળકીઓ સુંદર લાલ લહેંગા પહેરીને દેખાઈ રહી છે. બાળકીઓનો આખો જૂથ બોલીવૂડ ગીતની દરેક બીટ પર તાળમાં તાળ મિલાવતા અદભૂત ડાન્સ કરતાં જોવા મળે છે. ખબર લખાય ત્યાં સુધી આ વિડિઓને લગભગ 30 લાખ લોકો લાઈક કરી ચૂક્યા છે.
વિડિઓની શરૂઆત એક નાની બાળકીના સ્ટેજ પર આવવાથી થાય છે, જેના પાછળ- પાછળ અન્ય અનેક ક્યૂટ બાળકીઓ આવે છે. બાદમાં તમામ બાળકીયો ફિલ્મ ‘ફન્ના’ના સુપરહિટ ગીત ‘ચંદા ચમકે’ની આકર્ષક ધૂન પર શાનદાર ડાન્સ મૂવ્સ કરે છે. તેમના એક્સપ્રેશન અને ડાન્સ સ્ટેપ્સ એટલા પરફેક્ટ હતા કે શરૂઆતથી જ દર્શકોને જકડી રાખ્યા.
જો કે, આ મનમોહક ડાન્સ ઉપરાંત જેને નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું, તે હતી વીડિઓ રેકોર્ડ કરનાર વ્યક્તિ એટલે કે કેમેરામેન દ્વારા લેવામાં આવેલ એંગલ. કમેન્ટ સેક્શનમાં લોકો આ અંગે પણ ભારે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટમાં લખ્યું – “બાળકીઓએ તો શાનદાર ડાન્સ કર્યો, પણ કેમેરામેને આખા સરસ વિડિઓ બગાડી નાખ્યો.” બીજાએ લખ્યું – “ડાન્સ તો જબરદસ્ત છે, પણ આ કેમેરામેન શા માટે નાચી રહ્યો છે ભાઈ!” એક અન્ય યુઝરે રમૂજમાં લખ્યું – ” એમના ડાન્સ ટીચર કોઈ ભારતીય જ હશે!”