Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Viral»Viral Video: રીલ માટે રેલવે ટ્રેક પર સૂઈ ગયો યુવાન, ઉપરથી પસાર થઈ ગઈ ટ્રેન, જુઓ VIDEO
    Viral

    Viral Video: રીલ માટે રેલવે ટ્રેક પર સૂઈ ગયો યુવાન, ઉપરથી પસાર થઈ ગઈ ટ્રેન, જુઓ VIDEO

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 22, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Viral Video
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Viral Video: રીલ માટે જીવ જોખમમાં મૂક્યો! રેલવે ટ્રેક પર સૂઈ ગયો યુવાન

    Viral Video: લોકો હવે રીલ્સ બનાવીને લાઈક્સ મેળવવા માટે ગાંડા થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં, એક યુવાન રીલ બનાવવા માટે રેલ્વે ટ્રેક પર સૂઈ રહ્યો છે અને એક ટ્રેન તેના ઉપરથી પસાર થઈ ગઈ છે.

    Viral Video: આજકાલ લોકો સોશિયલ મીડિયા પર વધુ લાઈક અને વિવ્યુ મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેના એક ચોંકાવનાર ઉદાહરણ જોવા મળે છે, જેમાં એક યુવાન રીલ બનાવવા માટે રેલવે ટ્રેક ઉપર સૂઈ જાય છે અને એક ટ્રેન તેના ઉપરથી પસાર થાય છે. આ દૃશ્ય ખૂબ જ જોખમી અને સાહસિક છે, જેમાં યુવક પોતાની જિંદગી જોખમમાં મૂકી રીલ બનાવવા પ્રયત્ન કરતો જોવા મળે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક આ કરતી વખતે બિલકુલ ડરતો નથી.

    સોશિયલ મીડિયા પર લોકોની કડક નિંદા

    આ વીડિયો ક્યાંનો છે તેની ચોક્કસ માહિતી મળી નથી, પણ હાલની ઘટનાઓમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુવક ટ્રેનની પટરી પર સૂઈ જાય છે અને પોતાના હાથમાં ફોન પકડીને રીલ બનાવતો જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવકના ચહેરા પર જરાયે ડર દેખાતો નથી, પરંતુ ટ્રેન જાય પછી તે ખુશ થતો દેખાય છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટના પર ગંભીર આક્ષેપો સાથે કડક નિંદા કરી રહ્યા છે.

    Bruhh is playing with his life, just for few likes and Reels.
    Ps. It’s a real time video, not edited! pic.twitter.com/Ih2Pf3FMU2

    — Chauhan (@Platypuss_10) July 21, 2025

    ઘણા યુઝર્સે લખ્યું છે કે આવા લોકો ફક્ત રીલ બનાવવા માટે પોતાની જાન જોખમમાં મૂકે છે, પણ શું તેઓ ક્યારેય પોતાના પરિવાર વિશે વિચારે છે? લોકો એ પણ માંગ કરી રહ્યા છે કે રેલવે તંત્રએ આવા લોકોને સામે સખત કાર્યવાહી કરવી જોઈએ.

    રીલ બનાવવા માટે છોકરાઓએ જોખમમાં મૂકી પોતાની જાત

    હાલમાં આવી જ એક ઘટના ઓડિશાના બૌધ જિલ્લામાંથી સામે આવી હતી, જ્યાં ત્રણ નાબાલિક છોકરાઓએ ખતરનાક રીલ બનાવવાના ચક્કરમાં પોતાની જાતને મોટી મુશ્કેલીમાં મુકી દીધી. વાયરલ વીડિયો અનુસાર, એક છોકરો રેલવે ટ્રેક પર સૂઈ જાય છે અને ટ્રેન આવવાની રાહ જોવે છે. ટ્રેન આવતા જ તે પટરીઓ પર સીધો સૂઈ જાય છે અને પોતાના મિત્રો આગળ પોતાને બહાદુર બતાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે આ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ, ત્યારે રેલવે પોલીસએ તરતજ તેમને પકડીને કસ્ટડીમાં લીધી હતી.

    Viral Video
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Viral Video: છોકરીએ પગ પર મા કાળીનું ટેટૂ બનાવડાવ્યું- યુઝર્સ ગુસ્સે થયા

    July 22, 2025

    Viral Video: સાપ સાથે ખતરનાક રીલ બનાવતી યુવતી

    July 22, 2025

    Viral Video: પ્લેન લેન્ડિંગ પહેલા મુસાફરોની અનિયંત્રિત હરકતો, ક્રૂની અપીલ નિષ્ફળ

    July 22, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.