Viral Video: બાળકનું માથું એસ્કેલેટરમાં ફસાયું! જીવલેણ દ્રશ્ય
Viral Video: આ ચોંકાવનારી ઘટના ચીનના ચોંગકિંગમાં બની હતી, જેનો વીડિયો હવે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે બતાવે છે કે એક બાળકનું માથું એસ્કેલેટર અને બાજુની દિવાલ વચ્ચે ફસાઈ ગયું હતું અને લોકોએ ઘણી મહેનત પછી તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
Viral Video: ચીનના ચોંગકિંગ (Chongqing)માંથી આવેલો એક ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક નાનકડા બાળકનું માથું એસ્કેલેટર અને તેની બાજુમાં આવેલી દીવાલ વચ્ચે ગંભીર રીતે ફસાઈ જાય છે. આ ઘટનાની તારીખ 16 જુલાઈ છે, અને જો કે દ્રશ્ય ખૂબ જ ડરાવનારા છે, પરંતુ સદનસીબે આજુબાજુના લોકોની સતર્કતા અને ઝડપના કારણે મોટો અકસ્માત ટળી ગયો.
વિડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બાળક કોઈ અજાણી રીતે પોતાનું માથું એસ્કેલેટર અને દીવાલ વચ્ચેની જગ્યામાં મૂકી દે છે, અને પરિણામે તે ફસાઈ જાય છે. તુરંત આજુબાજુના લોકોએ આ જોયું અને વિના વિલંબે એસ્કેલેટર બંધ કરાવી દીધો તથા બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધું. લોકોની સમયસૂચકતા અને માનવીય સહાનુભૂતિના કારણે એક મોટું દુર્ઘટના થતી અટકાઈ.
જોકે, વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એસ્કેલેટર બંધ થયા પછી પણ બાળક પોતાનું માથું બહાર કાઢવાનો પ્રયાસ કરતું રહે છે. એ સમયે કેટલાક લોકો તરત જ તેની મદદ માટે આગળ આવે છે અને એસ્કેલેટરની રેલિંગને ખેંચીને બાળકને સુરક્ષિત રીતે, કોઈ પણ ઈજા વિના બહાર કાઢવામાં સફળ થાય છે.
આ આખી ઘટના ત્યાં હાજર એક વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી, જે હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર @livingchina નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વિડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે: “આશા છે કે હવે આ બાળક આવી ભૂલ ફરી કદી નહીં કરે.” બાળકને તરત નજીકના હોસ્પિટલે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરોએ ખાતરી આપી કે તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
View this post on Instagram
આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં યુઝર્સ ભરપૂર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને બાળકની મદદ માટે આગળ આવેલા લોકોએ જે ફુરતી અને સહાનુભૂતિ દર્શાવી, તેની ખુબજ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી: “એકતા માંજ બળ છે. સૌને અભિનંદન!”
બીજી બાજુ, કેટલાક અન્ય નેટિઝન્સે બાળક આ સ્થિતિમાં કેવી રીતે પહોંચ્યું તે અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેના માતાપિતાની બેદરકારી પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે.