Viral: જમીનમાં દટાયેલા વર્ષો જૂના ખજાના ની રાખવાળી કરે છે સાપ! વિડીયો જુઓ
Viral: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લોકોમાં એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. આમાં, એક વ્યક્તિને ટેકરી પાસે જમીનમાં દટાયેલો ખજાનો બહાર કાઢતો બતાવવામાં આવ્યો છે, પરંતુ એક ઝેરી સાપ તેની રક્ષા કરતો જોવા મળે છે.
Viral: ઘણા લોકો એવો દાવો કરે છે કે તેમને જમીનમાં દટાયેલો વર્ષો જૂનો ખજાનો મળ્યો છે. આવા અણધાર્યા અને સનસનાટીભર્યા દ્રશ્યો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જે નેટીઝન્સને ચોંકાવી દે છે અને સાથે જ ઉત્સાહિત પણ કરે છે. આજકાલ, આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક વ્યક્તિને મેટલ ડિટેક્ટર વડે દટાયેલા ખજાનાની શોધ કરતો બતાવવામાં આવ્યો છે, પરંતુ તમને એ જોઈને આશ્ચર્ય થશે કે બોક્સમાંથી મળેલા આ વર્ષો જૂના ખજાનાની રક્ષા એક ઝેરી સાપ કરી રહ્યો છે
વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મેટલ ડિટેક્ટર લઈને પહાડની તળેટીમાં ખજાના શોધી રહ્યો છે. આ દરમિયાન, ડિટેક્ટર સિંગ્નલ આપવાનું શરૂ કરે છે. આથી વ્યક્તિને અનુમાન થઈ જાય છે કે ત્યાં કંઈક તો જરૂર છે.
આ પછી, વ્યક્તિ જોરશોરથી ખોદવાનું શરૂ કરે છે, અને પછી તેને જમીનના અંદર દબાયેલો એક બોક્સ મળે છે. પરંતુ જેમ જ તે બોક્સ ખોલે છે, તેના હોશ ઉડી જાય છે. કારણ કે, અંદર એક ઝેરી સાપ બેઠો હોય છે અને તેના નીચે સદીઓ જૂના સિક્કા પડેલા હોય છે. વિડીયોમાં તમે જોઈ શકશો કે વ્યક્તિ કેવી રીતે સાપના હુમલાથી પોતાને બચાવી લે છે.
View this post on Instagram
આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર @_.archaeologist નામના પેજ દ્વારા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શેર કરવામાં આવ્યો હતો, પરંતુ વિડીયો હજી પણ ટ્રેન્ડમાં છે અને નેટિજન્સ સતત આ પર તેમની રાય આપી રહ્યા છે. કેટલાક લોકોને આ સ્ક્રિપ્ટેડ લાગ્યો છે. તેમનો કહેવું છે કે એટલો લાંબો સમય સુધી સાપ જીવિત રહી શકતો નથી. જયારે કેટલાક યુઝર્સે તેને અદભુત શોધ ગણાવ્યું છે
એક યુઝરે ટિપ્પણી કરી, આ એક નકલી વીડિયો છે. કારણ કે, સાપ ઘણા વર્ષોથી દટાયેલા બંધ બોક્સમાં ન હોઈ શકે. સિક્કા અને બોક્સ પણ જુઓ, એવું લાગે છે કે કોઈએ તેને થોડીવાર પહેલા જ ત્યાં મૂક્યું છે. બીજા એક યુઝરે કહ્યું, તેમણે લોકોને મૂર્ખ બનાવવા અને વ્યૂઝ અને લાઈક્સ મેળવવાનો એક સારો રસ્તો શોધી કાઢ્યો છે. બીજા યુઝરે લખ્યું, અદ્ભુત શોધ.