Viral : બુલંદશહેરની આ ઘટના ભારે વિવાદ ઊભો કર્યો!
Viral: સોશિયલ મીડિયા પર હાલમાં એક પ્રાથમિક શાળાની પ્રિન્સીપાલનો વિડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ ક્લાસરૂમની અંદર બાળકોના સામે બેસીને માથામાં તેલ લગાવતા જોવા મળે છે.
Viral: શાળા એ જગ્યા હોય છે જ્યાં બાળકોનું ભવિષ્ય ઘડાતું હોય છે. માતા-પિતા અપેક્ષા રાખે છે કે શાળામાં શિક્ષકો માત્ર ભણાવશે જ નહીં, પરંતુ સારાં સંસ્કાર પણ આપશે. પરંતુ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી એક એવો બનાવ સામે આવ્યો છે, જેણે આખા શિક્ષણ તંત્રની ગંભીરતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરી દીધું છે.
હાલમાં કોઈ વિદ્યાર્થી નહિ, કોઈ શિક્ષક પણ નહિ, પરંતુ શાળાની પ્રિન્સીપાલ પોતે ક્લાસરૂમની અંદર બાળકોના સામે બેઠા-बેઠા માથામાં તેલ લગાવતા જોવા મળ્યા. એટલું જ નહીં, તે સમયે તેમની પાસે મોબાઈલમાં જોરથી ગીત પણ વાગી રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને એવું લાગી રહ્યું હતું કે આ કોઈ સરકારી શાળાની કક્ષા નથી, પણ કોઈ રિલેક્સેશન થેરાપી ચાલી રહી હોય.
ચાલતી ક્લાસમાં પ્રિન્સીપાલે વગાડ્યું ગીત (યુપી ટિચર ઓઇલ મસાજ
સોશિયલ મીડિયા પર અલગ- અલગ પ્લેટફોર્મ્સ પર હવે પ્રિન્સીપાલના આ વર્તનની તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે અને વિવિધ પ્રતિસાદ આપી રહ્યા છે. જણાવી દઈએ કે આ મામલો બુલંદશહેરના મુંડાખેડા પ્રાથમિક શાળાનો હોવાનું જણાવાયું છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પ્રિન્સીપાલ, જ્યારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ક્લાસરૂમમાં પોતાને સ્પા મૂડમાં લઈ ગઈ. ક્લાસમાં બેઠેલા કેટલાક બાળકો તેમની આ ક્રિયા જોયા પછી સ્મિત આપી રહ્યા હતા. તે જ સમયે સહાયક શિક્ષકે આ આખી ઘટના ચુપચાપ વિડિયોમાં કેદ કરી લીધી, જે હવે સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહી છે.
બેગમાંથી તેલ કાઢીને શરૂ કરી દીધી ચંપી
વિડિયો વાયરલ થતા જ હડકંપ મચી ગયો અને યુઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા. કોઈએ પૂછ્યું – આવા પ્રિન્સીપાલના ભરોસે બાળકોનું ભવિષ્ય? તો કોઈએ લખ્યું – આવા શિક્ષકો સામે કડક પગલાં લેવાં જોઈએ.
મામલો અહી જ અટક્યો નહીં. જ્યારે બે માતાપિતા શાળામાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા, ત્યારે પ્રિન્સીપાલે તેમની સાથે ઉગ્ર વર્તન કર્યું અને ડંડાથી મારપીટ પણ કરી.
આ પછી બેસિક શિક્ષા અધિકારીએ તરત જ બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરી દીધા અને તપાસના આદેશ આપ્યા.
હવે પ્રશ્ન એ છે કે જ્યારે જવાબદારીના પદ પર બેઠેલો વ્યક્તિ જ આવી બેદરકારી દર્શાવે, તો પછી બાળકોને શીખવાનો સંદેશો શું મળશે?