Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન-માનવતસ્કરી મામલે કાર્યવાહી દેશના ૧૦ રાજ્યોમાં એનઆઈએના દરોડા
    India

    પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન-માનવતસ્કરી મામલે કાર્યવાહી દેશના ૧૦ રાજ્યોમાં એનઆઈએના દરોડા

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 8, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ આજે જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ જમ્મુ અને સાંબા શહેરમાં ઘણા સ્થળોએ દરોડા પાડી રહી છે. ઉપરાંત આસામના ગુવાહાટીમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગુવાહાટીમાં નકલી ડોક્યુમેન્ટ બનાવવા મામલે એનઆઈએના અધિકારીઓ દરોડા પાડી રહ્યા છે. એનઆઈએ કુલ ૧૦ રાજ્યોમાં દરોડા પાડ્યા હોવાના અહેવાલો મળ્યા છે. એજન્સીએ માનવ તસ્કરી મામલે દરોડા પાડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

    મીડિયા અહેવાલો મુજબ માનવ તસ્કરી મામલે એનઆઈએએ જે રાજ્યોમાં દરોડા પાડ્યા છે, જેમાં ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, હરિયાણા, પુડુચેરી, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરનો સમાવેસ થાય છે. આમાંથી મોટાભાગના રાજ્યો એવા છે, જેની સરહદ પડોશી દેશને અડીને આવેલી છે. ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આસામની સરહદો બાંગ્લાદેશને અડીને આવેલી છે, જ્યારે જમ્મુ-કાશ્મીરની સરહદો પડોશી દેશ પાકિસ્તાનને અડીને આવેલી છે.

    અહેવાલો મુજબ એનઆઈએની ટીમે જમ્મુ અને સાંબામાં ઘણા દરોડા પાડ્યા બાદ મ્યાનમારના એક રોહિંગ્યા મુસ્લિમની ધરપકડ કરી છે. આ બંને શહેરોના ઘણા વિસ્તારોમાં દરોડા પડાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, મ્યાનમારના લોકો જે શહેરોમાં રહે છે, ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. એનઆઈએની ટીમ પાસપોર્ટ એક્ટનું ઉલ્લંઘન અને માનવ તસ્કરી સંબંધિત મામલે દરોડાની કાર્યવાહી કરી રહી છે. ટીમે જમ્મુના ભઢિંડી વિસ્તારમાં જફર આલમ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Air India Flight Emergency Landing: 156 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ કરાવતી વખતે વિમાનમાં સર્જાયુ ગંભીર પરિસ્થિતિ

    June 13, 2025

    PM Modi On Operation Sindoor: પીએમ મોદીએ ગુજરાતમાંથી પાકિસ્તાનને ફરી ચેતવણી આપી

    May 26, 2025

    Rajiv Gandhi Death Anniversary: રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં રાહુલ ગાંધી થયા ભાવુક

    May 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.