વિજય દેવરકોંડા અને સામંથા રૂથ પ્રભુની રોમેન્ટિક ફિલ્મ ‘કુશી’ ૧ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. બંનેને મોટા પડદા પર સાથે જાેવા માટે ચાહકો આતુર હતા. ફિલ્મને ચાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મનો એક રોમેન્ટિક સીન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિજય અને સામંથા વચ્ચે જબરદસ્ત રોમાન્સ અને કેમિસ્ટ્રી જાેવા મળી રહી છે, જેમાં બંને એકબીજા સાથે ઈન્ટિમેટ સીન આપતા જાેવા મળી રહ્યા છે. ચાહકો બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ નવા ઓન-સ્ક્રીન કપલે પોતાની કેમેસ્ટ્રીથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. દરેક લોકો આ ઓન-સ્ક્રીન કપલના વખાણ કરી રહ્યા છે. ટિ્વટર પર આ ક્લિપ શેર કરતી વખતે, એક યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે ‘બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે’.
તમને જણાવી દઈએ કે કુશી પહેલા પણ બંનેએ સાથે કામ કર્યું હતું. રિલીઝના પહેલા જ દિવસે ફેન્સ બંનેની જાેડીને હિટ ગણાવી રહ્યા છે. જણાવી દઈએ કે કુશી ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ રોમેન્ટિક ફિલ્મને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બંનેની લવ સ્ટોરી તેમજ ફિલ્મના તમામ ગીતો દર્શકોને પસંદ આવી રહ્યા છે. ૩૦ કરોડના બજેટમાં બનેલી વિજય દેવરકોંડા અને સામંથા રુથ પ્રભુની આ ફિલ્મ તમિલમાં બની હતી. જેને ડબ કરીને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી છે. દર્શકો દ્વારા આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.