સોશિયલ મીડિયા પર તમે જાતજાતના વીડિયો જાેતો હશો, પરંતુ તેમાંથી કેટલાક એવા હોય છે કે, જેના પર તમે કશું જ વિચારતા કે સમજી શકતા નથી, બસ તે જાેઈ તમે હસ્યા જ કરો છો. હાલમાં એક વૃદ્ધ વ્યક્તિનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મહિલાના અવાજમાં ગાયેલા ગીત પર અદ્ભૂત ડાન્સ કરી રહ્યો છે. તમે લતા મંગેશકરનું સુંદર ગીત સજના ??હૈ મુઝે, સજના કે લિયે.’ સાંભળ્યું જ હશે અને તેના વર્ઝન પર લોકોને વિવિધ પ્રકારના ડાન્સ કરતા પણ જાેયા હશે. જાેકે, આજે અમે તમને જે ડાન્સ બતાવવા જઈ રહ્યા છીએ તે તમે ભાગ્યે જ જાેયો હશે, કારણ કે, અહીં કોઈ છોકરી નથી પરંતુ એક કાકા છે જે એકદમ ફીલ સાથે ડાન્સ કરી રહ્યા છે. એક ઉત્સાહી અને ઓલરાઉન્ડર કાકાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. જૂના ગીત પર તેઓ જે રીતે ડાન્સ કરી રહ્યા છે, તે જાેઈને તમે પણ ગાંડાની જેમ હસી પડશો. કાકાની ઉંમર લગભગ ૮૦ વર્ષની છે, પરંતુ તેઓ ડાન્સ કરવામાં તેમનો સમય પસાર કરી રહ્યા છે. બીજા કેટલાક કલાકારો પણ છે, જેઓ પરફોર્મ કરી રહ્યા છે, પરંતુ કાનમાં ઈયરફોન લગાવીને આ કાકા કંઈપણ જાેયા-સાંભળ્યા વિના ડાન્સ કરી રહ્યા છે, જેને જાેઈને લોકોએ ખૂબ તાળીઓ પાડી હતી.