Vida VX2 Scooter : 1 જુલાઈ, 2025 ના રોજ તેનું નવું સ્કૂટર VX2 લોન્ચ કરવા જઈ રહ્યું
Vida VX2 Scooter: હીરો સબ-બ્રાન્ડ Vida 1 જુલાઈ, 2025 ના રોજ તેનું નવું સ્કૂટર VX2 લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ ઘણા ટીઝર રિલીઝ કર્યા છે, જેમાં સ્કૂટરના ફીચર્સનો ખુલાસો કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ વિગતો.
Vida VX2 Scooter: છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. હીરો મોટોકોર્પનું ઇલેક્ટ્રિક સબ-બ્રાન્ડ Vida પણ સંપૂર્ણ તૈયારી સાથે આ રેસમાં સામેલ છે. કંપની 1 જુલાઈ, 2025 ના રોજ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Vida VX2 લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચ પહેલા, Vida એ સોશિયલ મીડિયા પર ઘણા ટીઝર રિલીઝ કર્યા છે, જેમાં સ્કૂટરની કેટલીક મોટી સુવિધાઓની ઝલક આપવામાં આવી છે.
Vida VX2માં મળશે અલગ અલગ વેરિયન્ટ અને આદુનિક ફીચર્સ
Vida VX2 ઈલેક્ટ્રિક સ્કૂટર ઘણી વિવિધ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની શરૂઆતની કિંમત પેટ્રોલ સ્કૂટર કરતા પણ ઓછા હોઈ શકે છે. આવો જાણીએ Vida VX2માં કયા ખાસ ફીચર્સ મળશે અને આ સ્કૂટર ભારતીય ગ્રાહકો માટે કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે.
Vida VX2 ત્રણ આકર્ષક રંગોમાં આવશે
Vida VX2 ને કંપની ત્રણ રંગોમાં લોંચ કરશે – બ્લેક, વ્હાઇટ અને રેડ. આ રંગો યુવાનો અને સ્ટાઇલ-પ્રેમી ગ્રાહકો માટે ખાસ તૈયાર કરાયા છે. સોશિયલ મીડિયા પર પ્રસારિત ટીજરમાં આ ત્રણેય રંગોની ઝલક પહેલેથી જ જોવા મળી ચૂકી છે.
ડ્રમ અને ડિસ્ક બ્રેક વેરિઅન્ટ
Vida VX2 માં સુરક્ષાનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આવેલા ટીજર્સ પરથી જાણવા મળે છે કે આ સ્કૂટરમાં ફ્રન્ટ ડ્રમ બ્રેક અને ડિસ્ક બ્રેક બંને વિકલ્પ ઉપલબ્ધ રહેશે. આથી સ્પષ્ટ છે કે Vida VX2 વિવિધ વેરિઅન્ટમાં લોન્ચ થશે, જેમાં બેઝ મોડલમાં ડ્રમ બ્રેક અને ટોપ વેરિઅન્ટમાં ડિસ્ક બ્રેક મળશે.