Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ત્રણ દિવસમાં માંડ રૂ.૫.૧૨ કરોડનું કલેક્શન મેળવ્યું વિકી કૌશલની ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ ફ્લોપ થવાના આરે
    Entertainment

    ત્રણ દિવસમાં માંડ રૂ.૫.૧૨ કરોડનું કલેક્શન મેળવ્યું વિકી કૌશલની ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ ફ્લોપ થવાના આરે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 27, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૨૦૨૩ના વર્ષમાં બોલિવૂડને સંખ્યાબંધ હિટ ફિલ્મો મળી છે. પઠાણથી શરૂ કરીને જવાન સુધીની સફરમાં અનેક ફિલ્મોને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો છે. જેમાં ગદર ૨, સત્ય પ્રેમ કી કથા, ઓહ માય ગોડ ૨ અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. એકંદરે આ વર્ષમાં છ જેટલી ફિલ્મો સારી ચાલી છે. જાે કે કેટલીક ફિલ્મો ઓડિયન્સને ખેંચવામાં નિષ્ફળ રહી છે. આ યાદીમાં વિકી કૌશલની ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’નો સમાવેશ થાય છે. આ ફિલ્મે રિલીઝના ત્રણ દિવસમાં માંડ રૂ.૫.૧૨ કરોડનું કલેક્શન મેળવ્યું છે. રિપોર્ટ્‌સ મુજબ, વિકી કૌશલની ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ માટે પહેલું વીકેન્ડ સારું રહ્યું નથી.

    રિલીઝના પહેલા દિવસે એટલે કે ૨૨ સપ્ટેમ્બરે આ ફિલ્મે રૂ.૧.૪ કરોડનું કલેક્શન મેળવ્યુ હતું. બીજા દિવસે રૂ.૧.૭૨ કરોડ અને ત્રીજા દિવસે રૂ.બે કરોડના કલેક્શનથી ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ની ટીમે સંતોષ માનવો પડ્યો છે. ત્રણ દિવસમાં ૫.૧૨ કરોડનો આ બિઝનેસ ફિલ્મની ટીમ માટે ચિંતાજનક છે. વિકી કૌશલની સાથે આ ફિલ્મમાં માનુષી છિલ્લર, મનોજ પાહવા, કુમુદ મિશ્રા અને અલકા અમીન છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’માં વિકીએ લોકલ ભજન સ્ટાર ભજનકુમારનો રોલ કર્યો છે. ફિલ્મની સ્ટોરી મુજબ, વિકીનો ઉછેર ધાર્મિક હિન્દુ પરિવારમાં થાય છે. તેને ભજનો ગાવાનો ખૂબ શોખ છે અને તેના કારણે સ્થાનિક વિસ્તારોમાં તેની ઈમેજ એક સ્ટાર જેવી છે. અચાનક જ ભજનકુમારને ખબર પડે છે કે, તે જન્મથી મુસ્લિમ છે. ત્યારબાદ તેના જીવનમાં આવતી ઉથલ-પાથલને આ ફિલ્મમાં રજૂ કરાઈ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.