UPSC Student Video Viral: UPSC વિદ્યાર્થીએ મહિલા ટોઇલેટની અછત પર ઉઠાવ્યા સવાલ
UPSC Student Video Viral: આ વિડિઓ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આપણે ખરેખર વિકાસની વાત કરી રહ્યા છીએ જ્યારે અડધી વસ્તી સૌથી મૂળભૂત જરૂરિયાતોથી પણ વંચિત છે?
UPSC Student Video Viral: હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને સિવિલ સર્વિસિસ એજ્યુકેટર અને માર્ગદર્શક પ્રવીણ દિક્ષિત દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો છે, જે UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું મોટું કેન્દ્ર છે. આ વીડિયોમાં દિક્ષિતે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે કે મહિલાઓ માટે જાહેર શૌચાલયોની ભારે અછત છે.
પુરુષો માટે 10 જાહેર ટોઇલેટ, પરંતુ મહિલાઓ માટે માત્ર…
વીડિયોમાં પ્રવીણ દિક્ષિત ખુદ રસ્તા પર ચાલી એક અનૌપચારિક સર્વે કરે છે અને જણાવે છે કે જ્યાં પુરુષો માટે 10 જાહેર શૌચાલય ઉપલબ્ધ છે, ત્યાં મહિલાઓ માટે માત્ર એક જ છે. આ અસમાનતાને તેઓ “લિંગ આધારિત સ્વચ્છતા અંતર” (Gendered Sanitation Gap) તરીકે વર્ણવે છે.
પ્રવીણ દિક્ષિત કહે છે કે આ ભેદભાવ જાણબૂજીને કરાયેલો નથી, પરંતુ એ વિચારસરણીનું પરિણામ છે જ્યાં નિર્ણય લેનારાઓમાં વૈવિધ્યતા જોવા મળતી નથી. એટલે કે જ્યારે મહિલાઓ યોજના બનાવવાની પ્રક્રિયામાં સામેલ હોતી નથી, ત્યારે તેમની મૂળભૂત જરૂરિયાતો પણ અવગણાઈ જાય છે.
Gendered Sanitation Gap and Strain Theory pic.twitter.com/kuqEx90cFM
— Praveen Dixit.Parambhattaraka (@PraveenDixit__) June 18, 2025
શૂન્ય સેવાઓ સાથે વધતી જવાબદારીઓ – શું છે સ્ટ્રેન થિયરી?
પ્રવીણ દિક્ષિતે આ સામાજિક સમસ્યાને “સ્ટ્રેન થિયરી” (Strain Theory) સાથે જોડીને સમજાવી છે. આ થિયરી કહે છે કે જ્યારે સમાજ લોકો પર જવાબદારીઓ મુકે છે પરંતુ તદ્દન સુવિધાઓ ન આપે, ત્યારે તે હતાશા અને નકારાત્મક પરિણામો જન્માવે છે. દિક્ષિત કહે છે, “આ માત્ર અસુવિધા વિશે નથી, આ ન્યાય, આરોગ્ય અને આત્મસન્માનની વાત છે.” તેમણે દર્શકોને અનુરોધ કર્યો કે તેઓ પોતાના ઘરની મહિલાઓ સાથે આ વિષય પર વાતચીત કરે અને સમજે કે કેવી રીતે મહિલાઓને બહાર જતાં વખતે કલાકો સુધી શારીરિક જરૂરિયાતોને દબાવવી પડે છે, જે પુરુષોને લગભગ ક્યારેય ન કરવું પડે.
આ વીડિયોને અત્યાર સુધી લગભગ 8,000 વ્યૂઝ મળ્યા છે અને લોકો ઝડપથી તેના પર પ્રતિસાદ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “તમે સાચું કહી રહ્યા છો, પણ જે ટોઇલેટ છે, શું એ સાફ છે? શું એ કાર્યરત છે?” એક બીજા કોમેન્ટમાં લખાયું, “સમાવેશી વિકાસ દરેક સરકારનો એજન્ડા છે, પણ જમીની હકીકત હજુ સપનાની જેમ જ છે.” કેટલીક મહિલાઓએ લખ્યું કે હવે તો બહાર જવાનું હોય ત્યારે પાણી ઓછું પીવું એ જ એકમાત્ર વિકલ્પ બની ગયો છે, કારણ કે ટોઇલેટ્સ તો ઘણીવાર ખુબ જ ગંદા હોય છે કે બંધ.
એક યુઝરે લખ્યું: “આ તો જીંદગીમાં સ્ત્રી હોવાનો શ્રાપ છે.”