UPI Rule Change: દરેક પેમેન્ટ બાદ મળશે બેલેન્સ અપડેટ, પીક અવર્સમાં નહીં થશે ઓટો પે
UPI Rule Change: ગયા કેટલાક મહિનાઓમાં વધેલા સર્વર લોડ અને ટ્રાન્ઝેક્શન ફેલ થવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને NPCIએ UPI ઉપયોગ સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં બદલાવ કર્યો છે. UPIના નવા નિયમો 1 ઑગસ્ટ, 2025 થી લાગુ થશે.

બેલેન્સ ચેક કરવા માટે મર્યાદા સેટ કરી
દરેક પેમેન્ટ પછી મળશે બેલેન્સ અપડેટ
હવે દરેક સફળ પેમેન્ટ પછી બેંક SMS અથવા ઇન-એપ નોટિફિકેશન દ્વારા જણાવી દેશે કે ખાતામાં કેટલુ બેલેન્સ બાકી છે. આથી દુકાનદારો, ફ્રીલાન્સર્સ અને નાના વેપારીઓને વારંવાર બેલેન્સ ચેક કરવાની જરૂર નહીં રહે.
ઓટોપે હવે માત્ર નોન-પીક અવર્સમાં જ થશે
Netflix, Amazon Prime, EMI અથવા SIP જેવા ઓટો પેમેન્ટ હવે માત્ર નોન-પીક ટાઈમમાં જ પ્રક્રિયા થશે. ઓટોપે સવારે 10 વાગ્યા પહેલા, બપોરે 1થી સાંજના 5 વચ્ચે અને રાત્રે 9:30 પછી જ શક્ય હશે. પીક અવર્સમાં કોઈ પણ ઓટોપે ટ્રાન્ઝેક્શન નહિ થાય.
ફેલ કે પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન માટે સ્ટેટસ ચેક
હવે જો કોઈ ટ્રાન્ઝેક્શન ફેલ થાય અથવા પેન્ડિંગ હોય, તો તેનો સ્ટેટસ ઓછામાં ઓછા 90 સેકંડ પછી જ ચેક કરી શકાય. દિવસમાં ફક્ત 3 વખત જ સ્ટેટસ ચેક કરી શકાય અને દરેક વખતે ઓછામાં ઓછો 45-60 સેકંડનો અંતર હોવો જરૂરી રહેશે.
બેંકો માટે યુપીઆઈ સિસ્ટમનું ઓડિટ ફરજિયાત
હવે દરેક બેંકને તેમના યુપીઆઈ સિસ્ટમનું વર્ષે એકવાર ઓડિટ કરાવવું પડશે. પ્રથમ રિપોર્ટ 31 ઑગસ્ટ 2025 સુધીમાં સબમિટ કરવાનો રહેશે. 30 દિવસમાં ફક્ત 10 વખત જ પેમેન્ટ રિવર્સલ (ચાર્જબેક)ની માગ કરી શકાશે.
આ ફેરફારો કયા સુવિધા પર લાગુ નહીં થાય?
પૈસા ટ્રાન્સફર કરવું, QR સ્કેનથી પેમેન્ટ કરવું અથવા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન જેવા મુખ્ય યુપીઆઈ ફીચર્સ ઉપર આ બદલાવનો કોઈ અસર નહિ થાય.