બેબાક નિવેદનો માટે જાણીતા પ્રસિદ્ધ ભાજપ નેતા અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી તથા વરિષ્ઠ ભાજપ નેતા નિતિન ગડકરીએ કહ્યું કે તે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના લોકસભા ક્ષેત્ર નાગપુરમાં કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે લોકોને ચા પણ નહીં પીવડાવે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના વાશિમમાં ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓના ઉદઘાટન દરમિયાન નિતિન ગડકરીએ આ વાત કહી હતી. સાથે જ તેમણે વડાપ્રધાન મોદીના એ નિવેદનને પણ દોહરાવ્યું કે જેમાં તેઓ કહે છે કે ના ખાઈશ અને ન તો ખાવા દઈશ.
ગડકરીએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી માટે મેં ર્નિણય કર્યો છે કે કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવીએ. લોકોને ચા પણ નહીં પીવડાવીએ. જેમણે વોટ આપવા છે તે વોટ આપશે અને જેમણે નથી આપવા તે નહીં આપે. ન તો હું લાંચ લઇશ અને ન તો કોઈને લેવા દઈશ. મને વિશ્વાસ છે કે હું ઈમાનદારીથી તમારા સૌની સેવા કરી શકીશ.
