Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»કુખ્યાત ડી ૧૬ ગેંગના બે શાર્પ શૂટરો પકડાયા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો
    Gujarat

    કુખ્યાત ડી ૧૬ ગેંગના બે શાર્પ શૂટરો પકડાયા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જિલ્લાના અતિશય બહુચર્ચિત વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાના શાર્પશૂટર ઝડપાઇ ગયા છે. ગત મે મહિનામાં થયેલી ભાજપના અગ્રણીની ધોળે દહાડે હત્યાના મામલામાં વલસાડ જિલ્લા પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. એલસીબી પોલીસની ટીમે ઉત્તર પ્રદેશની કુખ્યાત ડી ૧૬ ગેંગના બે શાર્પ શૂટરોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. ગત મે મહિનાની આઠમી તારીખે વલસાડ જિલ્લામાં સનસની હત્યાની ઘટના પ્રકાશ માં આવી હતી. વાપીના છેવાડે આવેલા કોચરવામાં રહેતા અને વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલની રાતા શિવ મંદિરની સામે જ ફાયરિંગ કરી અને સંસનીખેજ હત્યા થઈ હતી. મૃતક શૈલેષ પટેલ પરિવાર જેનો સાથે મંદિર દર્શન કરવા ગયા હતા. પરિવારજનો મંદિરમાં દર્શન કરતા હતા, જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં બેસી મોબાઈલમાં વ્યસ્ત હતા. એ વખતે જ અજાણા ત્રણ સક્શો એ આવી અને ધડાધડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતાં.
    બનાવ બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. રાજકારણ પણ ગરમાતા વલસાડ જિલ્લા પોલીસે મૃતક શૈલેષ પટેલના પરિવારજનોની આક્ષેપ મુજબ વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, શરદ ઉર્ફે સદીયો પટેલ, અજય ગામીત અને સત્યેન્દ્ર ઉર્ફે સોનુ સિંગ રાજપુત વિરુદ્ધ ગુનો દાખલ કરી. ગણતરીના સમયમાં જ તેમની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ કરેલી આગવી ઢબે પૂછપરછમાં શૈલેષ પટેલની હત્યા મામલે ચોકાવનારો ખુલાસો થયો હતો. જે તે સમયે વાપી પોલીસે આ હત્યાકાંડના માસ્ટર માઇડ શરદ પટેલ સહીત ૮ ઈસમોની ધરપકડ કરી હતી. જાેકે આ મર્ડરને અંજામ આપનાર શાર્પ શૂટરો પોલીસ પકડથી દૂર હતા. ત્યારે ૩ માંથી ૨ શાર્પશૂટરને વાપી પોલીસે યુ.પીથી દબોચી

    લીધા છે.
    શૈલષ પટેલ પર પોઇન્ટ બ્લેક રેન્જ થી ફાયરિંગ કરનાર આરોપી ની ધરપકડ માટે વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં રેડ કરી હતી. આ દરમિયાન જ શાર્પ શૂટર વૈભવ યાદવ અને દિનેશ ગૌન્ડને ઝારખંડના ધનબાદ જિલ્લા પોલીસે ફાયર આર્મ સાથે ધરપકડ કરી હતી. આથી વલસાડ પોલીસને જાણ થતાં જ આ બંને શાર્પ શૂટરોને ટ્રાન્સફરન્ટ વોરંટના આધારે ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓને સાથે રાખી વલસાડ પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની ટીમે રાતા ગામ ખાતે રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તે દિવસે કઈ રીતે હત્યાને અંજામ અપાયો હતો તે માટે આરોપી વૈભવ યાદવ અને દિનેશને સાથે રાખી તમામ ઝીણવટભરી વિગતો માટે પોલીસે રિકંસ્ટ્રક્શન કરાયું હતું. શૈલેષ પટેલના પરિવારનો તેમના જ ગામ કોચરવા ગામના એક પરિવાર સાથે અંગત અદાવત ચાલતી હતી. આથી અંગત અદાવતમાં જ કોચરવાના જ આરોપીઓએ વાયા વાયા યુપીની ડી ૧૬ ગેંગ ને શૈલેષ પટેલની હત્યા માટે રૂપિયા ૧૯ લાખની સોપારી આપી હતી. ત્યારબાદ યુપીની આ કુખ્યાત ડી ૧૬ ગેંગના શાર્પ શુટરો ૨૦૨૩ની જાન્યુઆરી મહિનામાં દમણ આવી રોકાયા હતા. અને એક બાઈક ખરીદ્યું હતું. ત્યારબાદ શૈલેષ પટેલની હત્યા માટે રેકી કરી હતી. જાેકે તે વખતે પ્લાન ફેલ જતા આરોપીઓ ઉત્તર પ્રદેશ જતા રહ્યા હતા. જાેકે ત્યારબાદ ફરી એકવાર આરોપીઓ મે મહિનાની ત્રીજી તારીખે વાપી આવ્યા હતા. જ્યાં મિતેશ પટેલ અને વિપુલ પટેલની માલિકીના પંડોરના ફાર્મ હાઉસમાં રોકાયા હતા. અને મોકો મળતા જ આઠમી મેના રોજ શૈલેષ પટેલની હત્યા કરીને ફરાર થઈ ગયેલા હતા.
    ઝડપાયેલા શાર્પ શૂટર વૈભવ યાદવ અને દિનેશ ગૌન્ડનો ગુનાહિત ઇતિહાસ પણ ચોંકવનારો છે. સમગ્ર દેશમાં આતંક મચાવનાર ડી ૧૬ ગેંગ દ્વારા હત્યા, ખંડણી, આર્મ્સ જેવા અનેક ગુન્હાઓ આચરી ચુકી છે. રૂપિયા માટે કોઈ પણ હદ પાર કરતી આ ગેંગના સભ્ય વૈભવ યાદવ અને દિનેશ અતિશય રીઢા ગુન્હેગાર છે. પારિવારિક ઝગડાના બદલો લેવા માટે ખેલાયેલ આ હત્યાકાંડના માસ્ટર માઈન્ડ શરદ પટેલ, શાર્પ શૂટર તેમજ મદદગારી કરનાર ૮ આરપીઓ જેલની હવા ખાઈ રહ્યા છે. જાેકે ૩ શાર્પ શૂટર પૈકી ૧ શાર્પશૂટર હજી પણ પોલીસ પકડથી દૂર છે. વલસાડ જિલ્લા પોલીસ માટે પડકારરૂપ આ હત્યાનું કોકડું અંતે પોલીસે ઉકેલી નાખ્યું છે. હાલ ઝડપાયેલ બન્ને શાર્પ શૂટરના રિમાન્ડ મેળવી વલસાડ પોલીસ આ રીઢા ગુન્હેગારો દ્વારા આચરવામાં આવેલ અનેક ગુન્હાઓનો ભેદ ઉકેલવાના પ્રયાસ કરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Language controversy:બધી ભાષાઓ રાષ્ટ્રીય ભાષા

    July 7, 2025

    China-Brazil poultry trade:ચીન ચિકન આયાત

    July 7, 2025

    Social media obsession:રીલ બનાવતો યુવાન

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.