Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»વેસ્ટ મેનેજમેન્ટ માટે આયોજિત બે દિવસની વર્કશોપ કચરાનો ઉપયોગ કરી વાર્ષિક ૬૫૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરી શકાય
    India

    વેસ્ટ મેનેજમેન્ટ માટે આયોજિત બે દિવસની વર્કશોપ કચરાનો ઉપયોગ કરી વાર્ષિક ૬૫૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરી શકાય

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેશભરમાં કચરાનો ઉપયોગ કરી વાર્ષિક ૬૫૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરી શકાય છે. જે ૨૦૩૦ સુધીમાં ૧.૬૫ લાખ મેગાવોટ અન ૨૦૫૦ સુધીમાં ૪.૩૬ લાખ મેગાવોટ સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોએ આ માહિતી આપી હતી.
    તાજેતરમાં જ વેસ્ટ મેનેજમેન્ટ માટે આયોજિત નિષ્ણાતોની બે દિવસની વર્કશોપમાં આ શ્વેતપત્ર તૈયાર કરાયો હતો. તેમાં કહેવાયું હતું કે દેશમાં દર વર્ષે ૬.૫ કરોડ ટન કચરો પેદા થાય છે અને તેના ૨૦૩૦ સુધી વધીને ૧૬.૫ કરોડ ટન તથા ૨૦૫૦ સુધીમાં ૪૩.૬ કરોડ ટન થવાનું અનુમાન છે. ડૉક્યુમેન્ટ અનુસાર નગરપાલિકા ક્ષેત્રમાં લગભગ ૭૫-૮૦ ટકા કચરાને એકઠું કરાય છે અને તેમાંથી ફક્ત ૨૨થી ૨૮ ટકાને પ્રોસેશ કરાય છે અને બીજા કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે.

    વર્કશોપમાં ઈન્ટરનેશનલ ક્લાઈમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબિલિટી એક્શન ફાઉન્ડેશન, ભારતીય ટેક્નોલોજી સંસ્થાન, આઈએસએમ (ધનબાદ), ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિઝ (ટીઆઈએસએસ) ના નિષ્ણાતો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ જાેડાયા હતા. આ દરમિયાન નિષ્ણાતોએ કચરો નાખવાની જગ્યાએ વધતા કચરાનો નિકાલ લાવવા માટેની રીત પર ચર્ચા કરી હતી.
    શ્વેતપત્રમાં જણાવાયું છે કે ભારતમાં કચરાના ડમ્પિંગ માટે કુલ ૩૧૫૯ સ્થળ છે. તે દેશના લગભગ ૨૦% મિથેન ઉત્સર્જન માટે જવાબદાર છે. બીજી બાજુ તે કચરામાંથી ઊર્જાનું રૂપાંતરણ અને હરિત નોકરીઓના સર્જનની તક પૂરી પાડે છે. તેમાં કહેવાયું છે કે એક કિલોવોટ વીજળી પેદા કરવા માટે એક ટન કચરો પર્યાપ્ત છે. જાેકે વાસ્તવિક ઉત્પાદન કચરાની ગુણવત્તા પર ર્નિભર કરે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      SBIમાં AI અને ટેક્નોલોજીના નિષ્ણાતો માટે ભરતી! જાણો લાયકાત, વયમર્યાદા અને અરજી કરવાની રીત

      October 21, 2026

      રાહુલ ગાંધીની વિદ્યાર્થીઓ સાથે મુલાકાત, વિયેતનામ પ્રવાસના દાવા વચ્ચે રાજકીય ગરમાવો

      October 21, 2026

      સંસદમાં સીમાંકન મુદ્દે ફરી રાજકીય ઘમાસાણ, જયરામ રમેશે ભાજપને પૂછ્યા ત્રણ સવાલ

      October 20, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.