Trump
સોમવાર, 14 એપ્રિલના રોજ એશિયન શેરબજારોમાં તીવ્ર ઉછાળો આવ્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર ટેરિફમાં કામચલાઉ છૂટની જાહેરાત કરી. આ સમાચારથી રોકાણકારોમાં આશાવાદ વધ્યો છે, ખાસ કરીને ચિપ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોના શેરોમાં વધારો થયો છે.
જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 2.2 ટકા વધીને 34,325.59 પર પહોંચ્યો છે, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ પણ 2 ટકા વધ્યો છે. ચિપમેકર્સ એડવાન્ટેસ્ટ કોર્પ., સ્ક્રીન હોલ્ડિંગ્સ કંપની અને ટીડીકે કોર્પ.ના શેર 4 ટકાથી વધુ વધ્યા છે. ટેરિફ રાહતથી ટેક સેક્ટરને ઘણો ફાયદો થયો છે.
દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.89 ટકા અને કોસ્ડેક 1.44 ટકા વધ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 2.15% વધીને 21,363.88 પર બંધ થયો છે. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ પણ 0.71% વધીને 21,363.88 પર બંધ થયો છે. આ સાથે, GIFT નિફ્ટી 300 પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગ કરતો જોવા મળ્યો, જે ભારતીય બજાર માટે સકારાત્મક સંકેત હતો.
ભારતમાં, બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે શેરબજારમાં રજા હોવાથી, આજે, 14 એપ્રિલ, 2025 ના રોજ BSE અને NSE બંને બંધ છે. શુક્રવારે ભારતીય બજાર ઊંચા સ્તરે બંધ થયું – સેન્સેક્સ 1310 પોઈન્ટ વધીને 95,157 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 429 પોઈન્ટ વધીને 22,829 પર પહોંચ્યો. મેટલ સેક્ટરમાં સૌથી વધુ 4.09% નો વધારો નોંધાયો.