અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની બંને બાજુ રિવરફ્રન્ટ રોડ ઉપર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહે છે. આ માર્ગ ઉપર ભારે વાહનો તથા રીક્ષાઓનો પ્રતિબંધ હોવાથી ફોર વ્હીલ ચાલકોને વાહન હંકારવાનો માર્ગ મોકળો મળી રહે છે જેના કારણે અહીંયા પણ ઓવર સ્પીડિંગ અને તેના કારણે થતા અકસ્માતોની ઘટના સામે આવતી રહેતી હતી, પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા રિવરફ્રન્ટ માર્ગ ઉપર પણ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે.
થોડા સમય પહેલા ગતિ મર્યાદા કરતા ખૂબ વધુ ઝડપથી વાહન હંકારવાના કારણે ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ નવ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ રાજ્ય સરકારની સાથે સાથે અમદાવાદ પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ સતર્ક છે અને અમદાવાદ શહેરમાં ખૂબ વધુ ઝડપથી વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહીની શરૂઆત કરી છે. અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની બંને બાજુ રિવરફ્રન્ટ રોડ ઉપર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહે છે. આ માર્ગ ઉપર ભારે વાહનો તથા રીક્ષાઓનો પ્રતિબંધ હોવાથી ફોર વ્હીલ ચાલકોને વાહન હંકારવાનો માર્ગ મોકળો મળી રહે છે જેના કારણે અહીંયા પણ ઓવર સ્પીડિંગ અને તેના કારણે થતા અકસ્માતોની ઘટના સામે આવતી રહેતી હતી, પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા રિવરફ્રન્ટ માર્ગ ઉપર પણ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે.
રૂપિયા ત્રણ લાખથી વધુના ખર્ચે વસાવાયેલા અધ્યતન મશીન એટલે કે સ્પીડ ગન સાથે અહીંયા ટ્રાફિક પોલીસની કામગીરી જાેવા મળી રહી છે કે જેમાં રિવરફ્રન્ટ પર નિયત કરાયેલી ૭૦ કરતા વધુ ગતિ મર્યાદા હોય તેવા વાહન ચાલકોને મેમો મોકલવામાં આવી રહ્યો છે. રિવરફ્રન્ટ ઉપર કામગીરીમાં હાજર અમદાવાદ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અખિલેશ તિવારીએ તેમણે જણાવ્યુ કે અહી રાખવામાં આવેલી માત્ર એક મશીનની કિંમત રૂપિયા ત્રણ લાખ છે આવા અનેક મશીન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે અને શહેરમાં વધુ ઝડપથી વાહન હંકારતા લોકોની સંખ્યામાં ઘટાડો થાય અને અકસ્માત નિવારી શકાય તે પ્રકારે પણ હાલ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.