Top Stocks
Top FMCG Stocks: એફએમસીજી સેક્ટરના શેર્સ તાજેતરમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. અમે તમને એવા 7 FMCG શેરો વિશે જણાવી રહ્યા છીએ, જેમણે 1 વર્ષમાં સેન્સેક્સને માત આપી છે.
આ સપ્તાહે ગુરુવારે BSE સેન્સેક્સે પ્રથમ વખત 82 હજાર પોઈન્ટની સપાટી વટાવી હતી અને નવા ઉચ્ચ સ્તરનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સમાં 23.11 ટકાનો વધારો થયો છે. જો કે, તે સમયગાળા દરમિયાન એફએમસીજી ક્ષેત્રના ઘણા શેરોએ સેન્સેક્સ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
Gillette: આ FMCG સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 39.6 ટકાનું વળતર આપ્યું છે. શુક્રવારે આ શેર રૂ. 7966.55 પર મજબૂત રહ્યો હતો.
Godrej Consumer: શુક્રવારે આ શેર 1 ટકાથી વધુ ઘટીને રૂ. 1,454.15 પર પહોંચી ગયો છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેનું વળતર 43.8 ટકા છે.
Colgate Palmolive: કોલગેટના શેરે એક વર્ષમાં 67.7 ટકા વળતર આપ્યું છે. શુક્રવારે આ શેર મામૂલી નુકસાન સાથે રૂ. 3,370 પર બંધ થયો હતો.
Emami: ઈમામીનો શેર શુક્રવારે 5.72 ટકાના જંગી ઘટાડા સાથે રૂ. 777 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 68.6 ટકા મજબૂત થયો છે.
Jyothy Lab: છેલ્લા એક વર્ષમાં જ્યોતિ લેબના શેરનું વળતર 70 ટકા રહ્યું છે. શુક્રવારે આ શેર 0.64 ટકાના નુકસાન સાથે રૂ. 518 પર હતો.
Varun Beverages: શુક્રવારે વરુણ બેવરેજિસના શેરમાં નજીવો ઘટાડો થયો અને રૂ. 1,572 પર બંધ થયો. આ સ્ટોક છેલ્લા એક વર્ષમાં 96.4 ટકાના ઉત્કૃષ્ટ વળતર સાથે મલ્ટિબેગર બનવાની આરે છે.