Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદના રસ્તાઓ પર નીકળી તિરંગા યાત્રા યુવા પેઢી ભારતને એક ભારત, શ્રેષ્ઠ ભારત બનાવશે અમિત શાહ
    Gujarat

    અમદાવાદના રસ્તાઓ પર નીકળી તિરંગા યાત્રા યુવા પેઢી ભારતને એક ભારત, શ્રેષ્ઠ ભારત બનાવશે અમિત શાહ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી. આજથી ૧૫ ઓગસ્ટ સુધી પોતાના ઘર પર તિરંગો લહેરાવી લોકોને સેલ્ફી અપલોડ કરવા તેઓએ આહવાન કર્યું છે. તો બીજી તરફ, અમદાવાદના ઘાટલોડિયામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે છસ્ઝ્રની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી જ કાશ્મીરમાં શાનથી તિરંગો લહેરાઈ રહ્યો છે. અમદાવાદના ઘાટલોડિયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી હતી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘાટલોડિયાથી ર્નિણય નગર સુધી તિરંગા યાત્રા નીકળી હતી.
    અમદાવાદના આંગણે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પ્રસંગે અમિત શાહ, મુખ્યમંત્રી, હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તો મોટી સંખ્યામાં શહેરીજનો તિરંગા યાત્રામાં જાેડાયા હતા. ઘાટલોડિયાથી ર્નિણયનગર સુધી ભવ્ય તિરંગા યાત્રા શાનદાર બની રહી હતી. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, દરેક ક્ષેત્રમાં દેશને નંબર-૧ બનાવીશું. ૧૫ ઓગસ્ટ ૨૦૨૩થી ૨૦૪૭ સુધી આઝાદીનું અમૃત કાળ મનાવાશે. સાથે જ દરેક ઘરમાં તિરંગો લહેરાવી સેલ્ફી અપલોડ કરવા શાહે લોકોને અપીલ કરી. તો મુખ્યમંત્રીએ કહ્યું, પહેલા કાશ્મીરમાં તિરંગો લહેરાવવા લડવું પડતું હતું. આજે આખુ અમદાવાદ તિરંગાના રંગે રંગાયું છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધનમાં જણાવ્યું કે, મોદીજીએ આઝાદીના અમૃત મહોત્સવના વર્ષને સારા ભાવ સાથે દેશની જનતા સામે મુક્યો. ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ૯૦ વર્ષ સુધી આઝાદીનો સંઘર્ષ, જેના પરિણામ સ્વરૂપે બનેલો આપેલો દેશ ૭૫ વર્ષથી આગળ વધી રહી છે. આઝાદી મળી એની પાછળ કરોડો લોકોએ ૯૦ વર્ષ સંઘર્ષ કર્યો. અનેક લોકો યુદ્ધના મેદાનમાં હસતા હસતા તોપના ગોળા સામે ઊભા રહ્યા. ભગતસિંહ જેવા વીર શહિદ ફાંસીએ ચઢ્યા હતા. ૧૭ વર્ષના યુવાનો દેશ માટે શહીદ થયા. આપણા પૂર્વજાેએ આપેલો બલિદાન એ આપણા માટે સંસ્કાર છે. ૭૫ વર્ષ આઝાદી માટે થયો, આજે મરી તો ના શકીએ, પણ દેશ માટે જીવવા માટે કોઈ રોકી ના શકે. નરેન્દ્ર મોદીજીએ દેશમાં દેશભક્તિની હવા ચલાવી છે. મોદીજીએ કહ્યું છે, ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ થી ૨૦૪૭ સુધી આઝાદીનો અમૃતકાળ મનાવીશું. અમૃતકાળ યુવા પેઢીઓ માટે છે. જેમ ૯૦ વર્ષ સુધી યુવાનોએ આઝાદીનું નેતૃત્વ કરી, આઝાદી અપાવી. એમ જ ૨૦૨૩ થી ૨૦૪૭ સુધી યુવાઓએ ભારતને મહાન બનાવવાનું છે. મારી સામે હજારો લોકો તિરંગા સાથે ઉભા છે.

    ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ એ એક પણ ઘર નહતું જેના પર તિરંગો નહતો ફરકાવ્યો. મોદીજીએ ફરી આહવાહન કર્યું છે, ૬.૫ કરોડનું ગુજરાત, ૧ કરોડ પરિવાર તિરંગો લહેરાવશે. સૌભાગ્યની વાત છે, મારા મતક્ષેત્રમાં મોટું આયોજન થયું છે. મેરી મિટ્ટી, મેરા દેશ અંતર્ગત યુવાનો માટી લઈને નીકળશે અને મોદીજી સુધી પહોંચાડશે. આજે હું મંચથી મારા મતક્ષેત્રના ભાઈ બહેનો અને રાજ્ય સહિત દેશને અપીલ કરું છું કે ૧૫ ઓગસ્ટ સુધી ઘરે તિરંગો લહેરાવો, સેલ્ફી ઓનલાઈન અપલોડ કરો. જે ઉત્સાહ સાથે યુવાનો ઉભા છે, એ દેશભક્તિની ચરમસીમાએ લઈ જશે. મારી તમામને અપીલ કે, તિરંગો ઉઠાવી સૌ કોઈ વંદે માતરમ બોલી તિરંગો લહેરાવે.
    તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે, એકસમયે કાશ્મીરમાં તિરંગો લહેરાવવામાં સંઘર્ષ કરવો પડતો હતો. આપણા નરેન્દ્રભાઈ એ તિરંગો લહેરાવ્યો હતો. જે કહેતા હતા કે ૩૭૦ નાબૂદ કરશો તો લોહીની નદીઓ વહેશે, એમને ક્યાં ખબર હતી કે દેશના ગૃહમંત્રી અમિત શાહ છે. આજે ત્યાં શાનથી તિરંગો લહેરાઈ રહ્યો છે. પોલીસ, BSF, CRFS, , સીમા સુરક્ષા દળોએ દેશનું ગૌરવ વધાર્યું છે. મારી માટી, મારો દેશના અભિયાનના ભાગરૂપે રાષ્ટ્ર ઉત્સવની ઉજવણી માટે હર ઘર તિરંગાનું અભિયાન આ વર્ષ પણ અપાયું છે. ૧૫ ઓગસ્ટ સુધી ૧ કરોડ તિરંગા રાજ્યમાં ફરકાવવાનું આયોજન થયું છે. દેશ સ્વતંત્રતાનો જંગ લડતો હતો તે સમયની અનેક ગાથાઓ તિરંગામાં સમાયેલી છે. બધા દેશવાસીઓ કર્તવ્યનું પાલન કરીશું તો આગળ વધીશું. ત્રણ દિવસ પહેલા જ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ બનાવવા, મહિલાઓને સુરક્ષા આપવા નવા ત્રણ કાયદા દેશની સંસદમાં અમિતભાઈએ બનાવ્યા છે. આપણે સૌ તિરંગાની તસ્વીર મૂકી ઘરે તિરંગો લહેરાવીએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.