ગુજરાતમાહવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પૂર્વે બે રાઉન્ડમાં ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે. જેના પગલે ભાવનગર જિલ્લાનો મુખ્ય અને જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ૯૦ ટકા ભરાયો છે.
જ્યારે પાલીતાણામાં આવેલા શેત્રુંજી ડેમમાંથી ત્રણ તાલુકાને પાણી પૂરું પાડવામાં આવે છે. સિંચાઇ માટે પાણી પૂરું પાડતો ડેમ ભરાતા ખેડૂતોમાં પણ ખુશી જાેવા મળી છે. જ્યારે શેત્રુંજી ડેમ ભરાતા ભાવનગર શહેરને એક વર્ષ પીવાનું પાણી મળી રહેશે.
નહિવત વરસાદ હોવા છતાં ડેમમાં ૮૧૧૭ ક્યુસેકની સતત આવક છે. તેમજ શેત્રુંજી ડેમની જળસપાટી હાલ ૩૧.૧ફૂટ પર પહોંચી છે ડેમ ૩૪ ફૂટે ઓવરફ્લો થાય છે