Moto G34: આવતીકાલે મોટોરોલા ભારતમાં એક સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. આમાં તમને Qualcomm Snapdragon 695 5G ચિપસેટનો સપોર્ટ મળશે. જાણો મોબાઈલ ફોનની કિંમત કેટલી હશે અને તેમાં કયા સ્પેક્સ ઉપલબ્ધ હશે.
- Motorola ભારતમાં આવતીકાલે બપોરે 12 વાગ્યે Motorola G34 5G સ્માર્ટફોન લોન્ચ કરશે. તમે તેને ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકશો. મોબાઈલ ફોનમાં સ્નેપડ્રેગન 695 5G ચિપસેટ અને પ્રીમિયમ વેગન લેધર ફિનિશ હશે.
- તમે આ મોટોરોલા સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પરથી બ્લેક, બ્લુ અને ઓશન ગ્રીન કલરમાં ઓર્ડર કરી શકશો. સ્માર્ટફોનના લોન્ચ પહેલા તેની કિંમત ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે.
- કંપની Moto G34 5Gને 4/128GB અને 8/128GB વેરિઅન્ટમાં લૉન્ચ કરશે. તેની કિંમત અનુક્રમે 10,999 રૂપિયા અને 12,999 રૂપિયા હોઈ શકે છે. આ મોબાઈલ ફોન એન્ડ્રોઈડ 14 સાથે લોન્ચ થશે અને તમને કંપની તરફથી 1 વર્ષનું OS અપડેટ મળશે.
- સ્પેક્સ વિશે વાત કરીએ તો, ફોનમાં 120hz ના રિફ્રેશ રેટ સાથે 6.5 ઇંચની IPS LCD HD ડિસ્પ્લે હશે. સ્માર્ટફોનમાં LPDDR4X રેમ ઉપલબ્ધ હશે. ફોટોગ્રાફી માટે, ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ હશે જેમાં 50+2MPના બે કેમેરા હશે. કંપની ફ્રન્ટમાં 16MP કેમેરા આપશે.
Moto G34 5Gમાં 20 વોટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી હશે અને આ સ્માર્ટફોન 12 5G બેન્ડને સપોર્ટ કરે છે. મોટોરોલાના આ ફોનમાં તમને Moto Gesturesનો લાભ પણ મળશે.
- રેડમીની નવી સીરીઝનું વેચાણ પણ આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે. તમે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પરથી Redmi Note 13 સિરીઝનો ઓર્ડર આપી શકશો. Redmi Note 13 Pro Plusમાં 200MP પ્રાઈમરી કેમેરા છે.