કુશા કપિલા છેલ્લા ઘણા દિવસોથી અભિનેતા અર્જુન કપૂર સાથેના અફેરને લઈ ચર્ચામાં છે. અભિનેત્રી હાલમાં જ મુંબઈમાં જાેવા મળી હતી. જ્યાં તે ખૂબ જ ગ્લેમરસ લુકમાં જાેવા મળી હતી. કુશા કપિલાને તાજેતરમાં મુંબઈમાં પાપારાઝી દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. એક્ટ્રેસ ગ્રીન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ આઉટફિટમાં કુશાએ પાપારાઝીને ઘણા આકર્ષક પોઝ આપ્યા અને તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું. કુશાનો બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ જાેવા મળ્યો હતો. આ તસવીરોએ અભિનેત્રીના ચાહકોને દિવાના બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે કુશા છેલ્લા ઘણા દિવસોથી અર્જુન કપૂર સાથે ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા કુશા અર્જુન સાથે એક પાર્ટીમાં જાેવા મળી હતી. જ્યાંથી તેમના અફેરના સમાચાર સામે આવ્યા હતા. જાે કે, કુશાએ હવે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે. આ સમાચાર પર મૌન તોડતા અભિનેત્રીએ તેને અફવા ગણાવી છે.