Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»નિફ્ટી બેન્ક એક્સપાયરીના દિવસે બજારમાં દબાણ જાેવા મળ્યું સેન્સેક્સમાં ૫૫૧, નિફ્ટીમાં ૧૪૦ પોઈન્ટનો કડાકો જાેવા મળ્યો
    Uncategorized

    નિફ્ટી બેન્ક એક્સપાયરીના દિવસે બજારમાં દબાણ જાેવા મળ્યું સેન્સેક્સમાં ૫૫૧, નિફ્ટીમાં ૧૪૦ પોઈન્ટનો કડાકો જાેવા મળ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 18, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બુધવાર ૧૮ ઓક્ટોબરના રોજ માર્કેટમાં કડાકો બોલ્યો છે. આજે ફરી શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. નિફ્ટી બેન્ક એક્સપાયરીના દિવસે બજારમાં દબાણ જાેવા મળ્યું હતું અને બજાર દિવસના સૌથી નીચલા સ્તરે બંધ થયું હતું.

    આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેર્સ સૌથી વધુ તૂટ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં દબાણ જાેવા મળ્યું હતું. એનર્જી, પીએસઈ, આઈટી શેરોમાં દબાણ હતું જ્યારે મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૫૫૧.૦૭ પોઈન્ટ્‌સ અથવા ૦.૮૩ ટકાના ઘટાડા સાથે ૬૫,૮૭૭.૦૨ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૪૦.૪૦ પોઈન્ટ અથવા ૦.૭૪ ટકાના ઘટાડા સાથે ૧૯૬૭૧.૧૦ ના સ્તર પર બંધ થયો હતો. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, બીપીસીએલ અને એક્સિસ બેન્ક નિફ્ટીના ટોપ લૂઝર હતા. સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાટા મોટર્સ, સન ફાર્મા અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા.

    ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર ઘણું નિરાશાજનક રહ્યું છે. સવારે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. પરંતુ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારા બાદ ભારતીય બજારોમાં ભારે વેચવાલી જાેવા મળી હતી, જે બાદ સેન્સેક્સ ૫૫૦ પોઈન્ટની નીચે અને નિફ્ટીમાં ૧૫૦ પોઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો હતો.સેન્સેક્સ ૬૬,૦૦૦ પોઈન્ટની નીચે ગયો હતો. તે ઘટીને બંધ થઈ ગયું છે. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૫૫૧ પોઈન્ટના ઘટાડા સાથે ૬૫,૮૭૭ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯,૬૭૧ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

    આજના કારોબારમાં બેન્કિંગ સેક્ટરના શેરમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે સમગ્ર બજારના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. સરકારી અને ખાનગી બંને બેંકોના શેરમાં ઘટાડો જાેવા મળ્યો છે. બેંક નિફ્ટી ૫૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૪૩,૮૮૮ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય આઈટી, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે હેલ્થકેર, ફાર્મા અને ઓટો સેક્ટરના શેરમાં ખરીદી જાેવા મળી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ મોટો ઘટાડો જાેવા મળ્યો છે. આજના કારોબારના અંતે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર ૪ લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે ૨૬ ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૧૦ વધ્યા અને ૪૦ નુકસાન સાથે બંધ થયા.

    બજારમાં ઘટાડાને કારણે શેરબજારના રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩૨૧.૩૯ લાખ કરોડ થયું હતું, જે આગલા દિવસના વેપારમાં રૂ. ૩૨૩.૮૦ લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ. ૨.૪૦ લાખ કરોડનું નુકસાન થયું છે. આજના વેપારમાં બજાજ ફાઇનાન્સનો શેર ૨.૭૨ ટકા, બજાજ ફિનસર્વ ૨.૦૨ ટકા, એનટીપીસી ૧.૬૩ ટકા, એક્સિસ બેન્ક ૧.૫૩ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે ટાટા મોટર્સ, સન ફાર્મા અને મારુત સુઝુકીના શેર ઉછાળા સાથે બંધ થયા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Bihar flood: ફાલ્ગુ નદીમાં અચાનક પૂરના પગલે ભારે હાલાકી, ચોમાસા પહેલા NDRFએ ચલાવી બચાવ કામગીરી

    June 21, 2025

    WhatsApp અને એલન મસ્કનું XChat— કયામાં વધુ ફીચર્સ છે?

    June 7, 2025

    Bank Credit Falls In Metropolitan Branches: ગામ અને કસ્બાઓમાં બેંક લોનમાં વધતું વલણ: RBI રિપોર્ટની મુખ્ય જાણકારી

    June 3, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.