બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. ફિલ્મ સાત સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. આ ફિલ્મ વિશ્વભરમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ દક્ષિણની અભિનેત્રી નયનતારા સાથે રોમાન્સ કરતો જાેવા મળશે. આ સિવાય ‘જવાન’માં સાન્યા મલ્હોત્રા, વિજય સેતુપતિ, પ્રિયમણી અને રિદ્ધિ ડોગરા પણ મહત્વના રોલમાં જાેવા મળશે. દીપિકા પાદુકોણ પણ ખાસ કેમિયોમાં જાેવા મળશે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું આ ૨ મિનિટ ૪૫ સેકન્ડનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. ટ્રેલરની શરૂઆતમાં શાહરૂખ ખાન એક રાજાની વાર્તા સંભળાવે છે. જે એક પછી એક યુદ્ધ હારી રહ્યો હતો. ભૂખ્યો અને તરસ્યો જંગલમાં ફરતો હતો અને ખૂબ ગુસ્સામાં હતો. આ પછી ‘જવાન’નું ટ્રેલર શાહરૂખ ખાનના વિલન પાત્રથી શરૂ થાય છે, જે મુંબઈમાં મેટ્રોને હાઈજેક કરે છે. શાહરૂખ ખાનનું આ ખતરનાક પાત્ર તમને સંપૂર્ણ રીતે ડરાવી દેશે. ફિલ્મ ‘જવાન’ની વાત કરીએ તો તે ૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
થોડા સમય પહેલા શાહરૂખે જવાનનો પ્રિવ્યૂ શેર કર્યો હતો જેમાં તે અલગ-અલગ અવતારમાં જાેવા મળ્યો હતો. આ સાથે ચાહકોને દીપિકા પાદુકોણની એક ઝલક પણ જાેવા મળી. ફિલ્મ ‘જવાન’માં શાહરૂખના લુક પર ઘણું કામ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તે ૫ અલગ-અલગ લુકમાં જાેવા મળશે. તેના પાંચેય લુક જાહેર થઈ ગયા છે. જે બાદ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. ફિલ્મ ‘જવાન’નું એડવાન્સ બુકિંગ ભારતમાં હજુ શરૂ થયું નથી પરંતુ વિદેશમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફિલ્મની લાખો ટિકિટો વેચાઈ ચૂકી છે. જેને જાેઈને કહી શકાય કે ફિલ્મ ઓપનિંગ ડે પર જ ઘણી કમાણી કરશે. ચાહકો હવે ભારતમાં ઓપનિંગની રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મ જવાનનું દિગ્દર્શન એટલી કુમારે કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. જેમાં દીપિકા પાદુકોણનો કેમિયો છે. દીપિકાની એક ઝલક જાેઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.