કરીના કપૂરની અપકમિંગ ક્રાઈમ થ્રિલર ‘જાને જાન’ ૨૧ સપ્ટેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. આ પહેલા ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થવાનું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જવાન’ની રિલીઝ સાથે ટ્રેલર મોટા પડદા પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે ‘જવાન’ ૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. કરીના કપૂર ખાનની ફિલ્મ ‘જાને જાન’ આ વર્ષની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંથી એક છે જેમાં તે વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે જાેવા મળશે. હાલમાં જ ‘જાને જાન’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં કરીના, વિજય અને જયદીપની ઝલક જાેવા મળી રહી છે. આ ફિલ્મ ૨૧ સપ્ટેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. એક સમાચાર અનુસાર, કરીના કપૂરની ફિલ્મ ‘જાને જાન’નું ટ્રેલર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ સાથે એટેચ કરવામાં આવશે.
એટલે કે ‘જવાન’ જાેવા ગયેલા દર્શકો ‘જાને જાન’નું ટ્રેલર મોટા પડદા પર જાેઈ શકશે. આવી સ્થિતિમાં કરીના કપૂરના ફેન્સ ટ્રેલરની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન અને કરીના કપૂર ખાન વચ્ચે સારી મિત્રતા છે અને બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં રા.વન, અશોકા, કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મો સામેલ છે. ૨૦૦૬ માં કરીના કપૂરે શાહરૂખ ખાનની ફિલ્મ ડોનમાં ખાસ ભૂમિકા ભજવી હતી. જાને જાનેએ જાપાની લેખક હિગાશિનો કીગોની ૨૦૦૫ની સૌથી વધુ વેચાતી નવલકથા ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પર આધારિત ફિલ્મ છે. તેનું નિર્દેશન સુજાેય ઘોષે કર્યું છે. બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની આ ફિલ્મ નેટફ્લિક્સ પર તેના જન્મદિવસે એટલે કે ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. કરીના કપૂરના ચાહકો આ ફિલ્મની રાહ જાેઈ રહ્યા છે.